તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 5th April 2025
IPL માં હાર્દિક પંડ્યાએ રચ્યો ઈતિહાસ : કુંબલેનો રેકોર્ડ તોડી 5 વિકેટ ઝડપનાર પહેલો કેપ્ટન બન્યો
અનિલ કુંબલેએ IPL 2009માં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) તરફથી હૈદરાબાદ વિરુદ્ધ 16 રન આપીને 4 વિકેટ ઝડપી હતી

મુંબઈ :ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025)ની 16મી સિઝનમાં આજે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ઘાતક બૉલિંગ કરીને 5 વિકેટ ઝડપવા સાથે ઈતિહાસ રચ્યો છે. હાર્દિક પંડ્યાએ IPLમાં પોતાની પ્રથમ 5 વિકેટ ઝડપી છે. આ સાથે જ IPLના ઇતિહાસમાં હાર્દિક પંડ્યા પહેલો એવો કેપ્ટન બન્યો છે, જેણે 5 વિકેટ લીધી હોય.
, હાર્દિક પંડ્યાએ પોતાની 4 ઑવરના સ્પેલમાં 36 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. જ્યારે તેની ઈકૉનોમી રેટ 9ની રહી હતી. હાર્દિક પંડ્યાએ લખનઉ સુપર જાયન્ટ્સ ટીમના કેપ્ટન ઋષભ પંચ (2) ઉપરાંત એડેન માર્કરમ (53), નિકોલસ પુરન (12), ડેવિડ મિલર (27) અને આકાશ દીપ (0) જેવા ધુરંધર બેટ્સમેનોને પેવેલિયન મોકલી દીધા હતા.
કેપ્ટન તરીકે IPLમાં શાનદાર પ્રદર્શન કરનારા બૉલર પર નજર નાંખીએ તો, હાર્દિક પંડ્યા બાદ આ લિસ્ટમાં અનિલ કુંબલેનું નામ આવે છે. લેગ સ્પિનર અનિલ કુંબલેએ IPL 2009માં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) તરફથી હૈદરાબાદ વિરુદ્ધ 16 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. IPL 2010માં આજ ખેલાડીએ કેપ્ટન તરીકે 16 રન આપીને 4 વિકેટ હાંસલ કરી હતી. આ સિવાય જે.પી. ડ્યુમિનીએ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન તરીકે IPL 2025માં 17 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.
આ સાથે જ IPLમાં કેપ્ટન તરીકે સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં હાર્દિક પંડ્યા અને અનિલ કુંબલે 30-30 વિકેટ સાથે સંયુક્ત રીતે બીજા ક્રમે આવી ગયા છે. જ્યારે આ લિસ્ટમાં પહેલા નંબર પર શેન વૉર્ન છે, જેણે સૌથી વધુ 57 વિકેટ ઝડપી છે. આ સિવાય ત્રીજા ક્રમે રવિચંદ્રન અશ્વિન છે, જેણે IPLમાં કેપ્ટનશિપ કરતાં 25 વિકેટ ઝડપી હતી.
હાર્દિક પંડ્યાની IPL કરિયર પર નજર કરીએ તો, આ ખેલાડીએ પોતાની પ્રથમ મેચ 2015માં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ સામે રમી હતી. જે બાદ અત્યાર સુધીમાં હાર્દિક પંડ્યા 140 મેચ રમી ચૂક્યો છે. જેમાં 96 ઈનિંગ્સમાં 30.90ની સરેરાશથી 72 વિકેટ ઝડપી છે. જ્યારે આ સિઝનની 3 મેચમાં હાર્દિક પંડ્યાએ 9.37ની સરેરાશ સાથે 8 વિકેટ ઝડપી છે.
(12:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
