<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th April 2025

આઈપીએલ 2025 : જીત રાજસ્થાનની ફાયદો RCBને પોઇન્‍ટ ટેબલમાં બીજા સ્‍થાને

પંજાબ ગઇકાલે ર૦૬ રનનો લક્ષ્‍યાંક પુરા કરવામાં નિષ્‍ફળઃ વિજયરથ અટકયો

નવી દિલ્હી: આઇપીએલની 18મી મેચમાં રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સ ને 50 રનથી હરાવ્યું હતું. મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં 5 એપ્રિલ ના રોજ રમાયેલી મેચમાં પંજાબને જીતવા માટે 206 રનનો ટાર્ગેટ હતો, પરંતુ તે 9 વિકેટે 155 રન જ બનાવી શકી હતી. વર્તમાન સિઝનમાં રાજસ્થાન રોયલ્સનો આ બીજો વિજય હતો. આ સાથે જ પંજાબ કિંગ્સનો સતત બે મેચ જીતવાનો સિલસિલો સમાપ્ત થઈ ગયો હતો.

રાજસ્થાન રોયલ્સની જીતથી પોઈન્ટ ટેબલમાં ઉથલપાથલ મચી ગઈ છે. આ મેચ બાદ પંજાબ કિંગ્સ ચોથા સ્થાને સરકી ગઈ છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બીજા સ્થાને છે. ગુજરાત ટાઇટન્સની ટીમ 4 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. પંજાબ, બેંગલુરુ અને ગુજરાતના ચાર પોઈન્ટ સરખા છે. પરંતુ બેંગલુરુનો નેટ રન રેટ પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ કરતા સારો છે.

(3:35 PM IST)