તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
સુધરેગા નહી..દિગ્વેશ રાઠીએ વિકેટ લીધા બાદ ફરી વિચીત્ર ઉજવણી કરીઃ પગલા લેવાશે?
આઈપીએલએ બે વખત તો દંડ ફટકારી દીધો

મુંબઈઃ ક્રિકેટમાં બોલરો દ્વારા વિકેટ લીધા પછી ઉજવણી કરવી સામાન્ય છે. કયારેક તે સારું લાગે છે, પરંતુ કયારેક તે ખરાબ અથવા વિચિત્ર પણ લાગે છે. લખનઉના દિગ્વેશ રાઠી આ દિવસોમાં સમાચારમાં છે. તેની બોલિંગ સારી છે, પરંતુ વિકેટ લીધા પછી તેની ઉજવણી એવી વસ્તુ છે જે લોકોને પસંદ નથી.
પંજાબ અને મુંબઈ સામેની મેચમાં વિચીત્ર ઉજવણી કર્યા બાદ દંડ પણ ફટકારાયો હતો. પણ હજુ સુધર્યો નથી. હવે કોલકત્તા સામેની મેચમાં જ્યારે દિગ્વેશ રાઠીએ સુનીલ નારાયણને આઉટ કર્યો ત્યારે તેણે ફરીથી જમીન પર બેસવાનો ઈશારો કર્યો જાણે તે સ્લિપ કાપી રહ્યો હોય. દિગ્વેશ હજુ પણ તેની કારકિર્દીની શરૂઆતમાં છે, અને આવા કાર્યો તેના માટે સારા નથી.
હવે જોવાનું એ રહે છે કે આ મેચ પછી આઈપીએલ તેના પર ફરીથી દંડ લાદે છે કે પછી આ વખતે તે દંડમાંથી છટકી જાય છે.
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
