તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
શાર્દુલ ઠાકુરે એક બોલમાં બાઉન્ડ્રી વગર આપી દીધા ૬ રન!
પાંચ બોલ વાઈડના સહિત ૧ ઓવરમાં ૧૩ રન આવ્યા

નવી દિલ્હી,તા.૯: ક્રિકેટમાં વાઈડ બોલ ફેંકવા તે સૌથી મોટા ક્રાઇમમાં ગણાય છે. ખાસ કરીને જ્યારે ટી૨૦ મેચ હોય ત્યારે તેની કોઈ માફી નથી હોતી. ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઈટ રાઇડર્સને લખનઉ સુપર જાયન્ટ્સે હરાવી તો દીધું, પરંતુ મેચનું વિશ્લેષણ કરશો તો ખબર પડશે કે, ૨૦થી વધુ બોલ રમ્યા બાદ પણ તેઓ ટાર્ગેટ ચેઝ કરી શકયાં નહીં.
આ મેચમાં લખનઉના બોલર શાર્દુલ ઠાકુરે એક પણ બાઉન્ડ્રી આપ્યા વગર એક જ બોલમાં ૬ રન લૂંટાવ્યાં હતા. તમે પણ વિચારતા હશો કે, એવું કેવી રીતે બની શકે? એક બોલ પર સિક્સ લાગે તો જ ૬ રન મળી શકે છે. જ્યારે ન ચોગ્ગો કે ન સિક્સ અને ન કોઈ ઓવર થ્રોના રન આવ્યાં.
આ ઘટના કેકેઆરની ઇનિંગના ૧૩મી ઓવરની છે. જેમાં શાર્દુલ ઠાકુર બોલિંગ કરવા આવ્યો હતો. તેની બોલિંગ લાઈન એટલી ખરાબ રહી કે તેણે સતત ૫ બોલ વાઈડ ફેંકી. છઠ્ઠા પ્રયત્નમાં ઓવરનો પહેલો લીગલ બોલ ફેંકયો, જેના પર અજિંકય રહાણેએ સિંગલ રન લીધો હતો.
આમ તેણે માત્ર એક જ બોલમાં બાઉન્ડ્રી વગર ૬ રન આપી દીધા હતા.
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
