તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
પ્લેયર ઓફ ધ મન્થના એવોર્ડ માટે શ્રેયસ અય્યર, રચિન રવિન્દ્ર અને જેકબ રફી દાવેદાર

નવી દિલ્હીઃ આઈપીએલમાં પંજાબ ટીમના કેપ્ટન શ્રેયસ અય્યરને આઈસીસીએ એક મોટા એવોર્ડ માટે નોમિનેટ કર્યો છે. આ એવોર્ડ માટે તે બે અન્ય મહાન ખેલાડીઓ સાથે સ્પર્ધા કરી રહ્યો છે. જે ખેલાડી શ્રેષ્ઠ ગણાશે તેને આ સન્માન આપવામાં આવશે.
ભારત ચેમ્પિયન્સ ટ્રોફીમાં એક પણ મેચ હાર્યું ન હતું અને સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અપરાજિત રહ્યું. આ સફળતામાં શ્રેયસ અય્યરનો મોટો ફાળો હતો. આ ઉત્તમ પ્રદર્શનને કારણે આઈસીસી એ તેને માર્ચ મહિના માટે પ્લેયર ઓફ ધ મન્થ એવોર્ડ માટે નોમિનેટ કર્યો છે.
આ સાથે ન્યુઝીલેન્ડના બે ખેલાડીઓને પણ નોમિનેટ કર્યા છે. પ્રથમ રચિન રવિન્દ્ર અને બીજો ખેલાડી જેકબ ડફી છે, જે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભલે ન રમ્યો હોય, પરંતુ તેણે પાકિસ્તાન સામેની ટી૨૦ શ્રેણીમાં શાનદાર બોલિંગ કરી અને બધાનું ધ્યાન ખેંચ્યું.
હવે આ ત્રણ ખેલાડીઓ શ્રેયસ અય્યર, રચિન રવિન્દ્ર અને જેકબ ડફીમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન માટે પસંદ કરાયેલ વ્યક્તિને માર્ચ માટે પ્લેયર ઓફ ધ મન્થનો એવોર્ડ મળશે
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
