<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

રાજસ્થાન રોયલ્સને જીતવા ગુજરાત ટાઇટન્સે આપ્યો 218 રનનો ટાર્ગેટ :સાંઈ સુદર્શનએ 82 રન ફટકાર્યા

પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 217 રન કર્યા

IPL 2025માં આજે શુભમન ગિલની ગુજરાત ટાઇટન્સ અને સંજુ સેમસનની રાજસ્થાન રોયલ્સની ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં રાજસ્થાને ટોસ જીત્યો હતો અને બોલિંગ કરવાનું પસંદ કરીને ગુજરાતને પ્રથમ બેટીંગ કરવા આમંત્રણ આપ્યું હતું. જેમાં નિર્ધારીત 20 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવીને 217 રન કરી રાજસ્થાનને જીત માટે 218 રનનો ટાર્ગેટ આપ્યો છે. જેમાં સૌથી વધુ સાંઈ સુદર્શનના 82 રનનો સમાવેશ થાય છે.

આ સિઝનમાં અત્યાર સુધી ગુજરાતનું પ્રદર્શન સારું રહ્યું છે, પરંતુ રાજસ્થાનની ટીમ અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકી નથી. શુભમન ગિલની ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. ટીમે ચારમાંથી ત્રણ મેચ જીતી છે. ગુજરાતનો નેટ રન રેટ (+1.031) ઘણો સારો છે. જો રાજસ્થાનની વાત કરીએ તો તે પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે. ટીમ ચારમાંથી માત્ર બે મેચ જીતી શકી છે.

 

IPLમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અત્યાર સુધી 37 મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન, પ્રથમ રમતી ટીમે 17 મેચમાં જીત મેળવી છે. જ્યારે 20 મેચમાં ટાર્ગેટનો પીછો કરતી ટીમે જીત મેળવી છે. આ મેદાન પર ટીમનો સૌથી વધુ સ્કોર 243 રન છે, જે પંજાબ કિંગ્સે બનાવ્યો હતો.

 

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ બેટ્સમેન માટે યોગ્ય છે. અહીં 200 રન બનાવવી કોઈ મોટી વાત નથી. જોકે, ઝડપી બોલરોને શરૂઆતના તબક્કામાં મદદ મળે છે. આજની મેચમાં ટોસ જીતનાર કેપ્ટને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેવો જોઈએ, અહીં લક્ષ્યનો પીછો કરતી વખતે જીતવું ખૂબ મુશ્કેલ છે.

ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ ઇલેવન

સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), શેરફેન રધરફર્ડ, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, સાઈ કિશોર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ, ઈશાંત શર્મા.

રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ ઈલેવન

યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (વિકેટકીપર), નીતિશ રાણા, રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, જોફ્રા આર્ચર, મહિષ થેક્ષાના, ફઝલહક ફારૂકી, સંદીપ શર્મા, તુષાર દેશપાંડે.

(9:49 PM IST)