<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

૮૦ કરોડનો મહેલ, ૩૨ કરોડનો વિલા, ૧૦૦૦ કરોડના માલિક કિંગ કોહલીની રોયલ લાઈફસ્‍ટાઈલ

મુંબઈ,તા.૧૧: શું તમને ખબર છે કે ભારતના સૌથી ફિટ ક્રિકેટરોમાંનો એક વિરાટ કોહલી ૧૦૦૦ કરોડની પ્રોપર્ટીનો માલિક છે. તો ચાલો તેની પ્રોપર્ટી વિશે જાણીએ..

૧. વિરાટ કોહલી

ભારતનો સ્‍ટાર ક્રિકેટર વિરાટ કોહલી માત્ર તેની બેટિંગ માટે જ નહીં પરંતુ તેના આલીશાન બંગલા, લક્‍ઝરી કાર અને લાઇસ્‍ટાઇલ માટે પણ જાણીતો છે. વિરાટ ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિનો માલિક છે.

૨. ૩૪ કરોડનું એપાર્ટમેન્‍ટ

વિરાટ કોહલી અને અનુષ્‍કા શર્માએ વર્ષ ૨૦૧૬માં મુંબઈના વર્લી વિસ્‍તારમાં એક આલીશાન એપાર્ટમેન્‍ટ ખરીદ્યું હતું. આ એપાર્ટમેન્‍ટની કિંમત ૩૪ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

૩. કોહલીનું ઘર નથી

આ ઘર ફક્‍ત કોહલીનું ઘર નથી. હકીકતમાં, કયારેક અનુષ્‍કાના ફિલ્‍મી મિત્રો માટે ડિનર પાર્ટીઓ સાથે, તો કયારેક કોહલીના તેના ક્રિકેટ સાથી ખેલાડીઓ સાથેના આરામના સત્રો ચાલુ હોય છે ઘરમાં હંમેશા રોનક રહે છે.

૪. અલીબાગમાં ૩૨ કરોડના વિલા

કોહલી અને અનુષ્‍કા શર્માએ વર્ષ ૨૦૨૨ માં અલીબાગમાં બે શાનદાર પ્રોપર્ટી ખરીદી હતી. એકની કિંમત ૧૯ કરોડ રૂપિયા છે. જ્‍યારે બીજાની કિંમત ૧૩ કરોડ છે.

૫. ગુરુગ્રામમાં ૮૦ કરોડનો વૈભવી મહેલ

દિલ્‍હી NCRના પોશ વિસ્‍તાર DLF ફેઝ-૧ માં આવેલું વિરાટ કોહલીના લગભગ ૧૦,૦૦૦ ચોરસ ફૂટમાં ફેલાયેલા આલીશાન ઘરની કિંમત લગભગ ૮૦ કરોડ રૂપિયા છે.(૪૦.૧૨)

(10:05 AM IST)