તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th April 2025
ગુજરાત ટાઈટન્સને મોટો ઝટકો: સ્ટાર ખેલાડી અચાનક ટુર્નામેન્ટ છોડી પોતાના ઘરે પરત ફર્યો
ઈજા બાદ તેઓ પ્રેક્ટિશમાં પણ નજરે પડ્યા નથી. જો કે હજુ સુધી તેમના આઈપીએલ છોડવાને લઈને કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી.

મુંબઈ :દેશમાં આઈપીએલનો માહોલ સર્જાયેલો છે. ત્યારે ગુજરાત ટાઈટન્સને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ખેલાડી અચાનક આઈપીએલ અધવચ્ચે છોડીને પોતાના ઘરે પરત ફર્યો છે. હવે આ સિઝનમાં તે ટીમનો હિસ્સો નહિ હોય.
ન્યુઝીલેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન ફિલિપ્સે ગુજરાત ટાઈટન્સ છોડી દીધી છે. મીડિયા અહેવાલો અનુસાર તેઓ પોતાના ઘરે પરત ફર્યા છે. 6 એપ્રિલે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ગુજરાત ટાઈટન્સ માટે ફીલ્ડિંગ કરતી વખતે તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. તેઓ આ મેચમાં સબ્સીટ્યુટ ખેલાડી તરીકે મેદાનમાં ઉતર્યા હતા. પરંતુ થ્રો કરવાના પ્રયાસમાં તેમની માંસપેશીઓમાં ખેંચાણ આવ્યું હતું. ત્યારબાદ સાથી ખેલાડીઓની મદદથી તેઓ મેદાનથી બહાર આવ્યા હતા.
જો કે હજુ સુધી ગુજરાત ટાઈટન્સે ગ્લેન ફિલિપ્સની ઘરવાપસી પર કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. ઉલ્લેખનીય છે કે ગ્લેન ફિલિપ્સ એક પણ મેચમાં પ્લેઈંગ 11 માં સ્થાન પામ્યો ન હતો. તેઓ સબ્સીટ્યુટ ખેલાડી તરીકે મેદાનમાં ઉતર્યા હતા ત્યારે આ ઘટના બની હતી. આ ઈજા બાદ તેઓ પ્રેક્ટિશમાં પણ નજરે પડ્યા નથી. જો કે હજુ સુધી તેમના આઈપીએલ છોડવાને લઈને કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
