<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

આઈપીએલ ક્રિકેટ મેચ માટે હૈદરાબાદની ટીમ જયાં રોકાઈ છે તે હોટલમાં આગ લાગી :જો કે બધા ખેલાડીઓ સુરક્ષિત

ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગ પર કાબુ મેળવાયો : આગને કારણે હોટલ અને તેની આસપાસના વિસ્તારોમાં ધુમાડો ફેલાઈ ગયો

નવી દિલ્હી તા.૧૪  :  સનરાઇઝર્સ હૈદરાબાદનું IPL 2025માં અત્યાર સુધી નિરાશાજનક પ્રદર્શન રહ્યું છે. ટીમનો આગામી મુકાબલો ૧૭ એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ સામે છે. આ દરમિયાન એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. એક અહેવાલ મુજબ સોમવારે સવારે હૈદરાબાદની ટીમ જયાં  રોકાઈ છે  તે હોટલમાં આગ લાગી હતી. જોકે, મહત્વની વાત એ છે કે બધા ખેલાડીઓ સુરક્ષિત છે.

સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડીઓ હૈદરાબાદના બંજારા હિલ્સમાં રોકાયા છે. એક અહેવાલ મુજબ, અહીં પાર્ક હયાત હોટેલના એક માળે આગ લાગી હતી. જોકે, ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ પછી આગ પર કાબુ મેળવાયો. આગને કારણે હોટલ અને તેની આસપાસના વિસ્તારોમાં ધુમાડો ફેલાઈ ગયો. 

ખેલાડીઓને બીજી હોટલમાં ખસેડવામાં આવ્યા

એક અહેવાલ મુજબ, આગ લાગ્યા બાદ સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડીઓને બીજી હોટલમાં ખસેડવામાં આવ્યા હતા. આગ લાગ્યા પછી, હોટલની અંદરના લોકો બહાર દોડી ગયા. મહત્વની વાત એ હતી કે ફાયર બ્રિગેડના આગમન પછી મામલો સંભાળી લેવામાં આવ્યો હતો.

આ સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદે આ રીતે પ્રદર્શન કર્યું છે

આ સિઝનમાં હૈદરાબાદનું પ્રદર્શન અત્યાર સુધી નિરાશાજનક રહ્યું છે. ટીમે 6 મેચ રમી છે અને માત્ર 2 જીતી છે. જ્યારે 4 મેચમાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે. હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સને હરાવ્યા હતા. જ્યારે તેમને લખનૌ, દિલ્હી, કોલકાતા અને ગુજરાત સામે હારનો સામનો કરવો પડ્યો. જોકે, ટીમે છેલ્લી મેચમાં શાનદાર વાપસી કરી હતી. તેણે પંજાબ કિંગ્સને હરાવ્યું. આ મેચમાં અભિષેક શર્માએ સદી ફટકારી હતી.

(4:43 PM IST)