તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th April 2025
નિકોલસ પૂરનનું સપનું તૂટ્યું : ધોનીએ ચકનાચૂર કરી નાખ્યા:મોટો રેકોર્ડ બનાવવાથી 1 રન દૂર હતો
મેચમાં નિકોલસ LBW આઉટ થયો હતો. એમએસ ધોનીએ રિવ્યુ લીધો અને નિકોલસને પેવેલિયન જવા માટે મજબૂર કર્યો.

CSK સામે રમાઈ રહેલી મેચમાં નિકોલસ પૂરન મોટો રેકોર્ડ બનાવવાથી ચૂકી ગયો. તે મોટી સિદ્ધિ હાંસલ કરવાથી માત્ર 1 રન દૂર રહ્યો. એમએસ ધોનીએ તેના સપના ચકનાચૂર કરી નાખ્યા. આ મેચમાં શાનદાર ફોર્મમાં રહેલો પૂરન સસ્તામાં પેવેલિયન પરત ફર્યો. તે લખનઉ માટે કંઈ ખાસ કરી શક્યો નહીં. એમએસ ધોનીએ તેના સપના ચકનાચૂર કરી નાખ્યા.
નિકોલસ પૂરન T-20માં 9 હજાર રન બનાવવાથી ચૂકી ગયો. જો પૂરને CSK સામે રમાઈ રહેલી મેચમાં પોતાના બેટથી 9 રન બનાવ્યા હોત, તો તે વેસ્ટ ઈન્ડિઝ તરફથી 9 હજાર કે તેથી વધુ રન બનાવનાર ચોથો ખેલાડી બન્યો હોત. પરંતુ એમએસ ધોનીએ તેના સપના ચકનાચૂર કરી નાખ્યા. આ મેચમાં નિકોલસ LBW આઉટ થયો હતો. એમએસ ધોનીએ રિવ્યુ લીધો અને નિકોલસને પેવેલિયન જવા માટે મજબૂર કર્યો. આ મેચમાં તેણે 9 બોલમાં 8 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 2 ચોગ્ગા પણ ફટકાર્યા. પૂરનને અંશુલ કંબોજે આઉટ કર્યો હતો.
પૂરન હાલ ખૂબ જ સારા ફોર્મમાં છે. તેણે પહેલી મેચમાં દિલ્હી સામે 75, SRH સામે 70, પંજાબ સામે 44, MI સામે 12, KKR સામે 87* અને GT સામે 61 રન બનાવ્યા છે.
T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેન
- ક્રિસ ગેલ – 14,562
- કિરોન પોલાર્ડ – 13,537
- આન્દ્રે રસેલ – 9,025
- નિકોલસ પૂરન – 8,991
- આન્દ્રે ફ્લેચર- 7,914
- ડ્વેન સ્મિથ – 7,870
T20 ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા બેટ્સમેન
- ક્રિસ ગેલ – 1056
- કિરોન પોલાર્ડ – 908
- આન્દ્રે રસેલ – 734
- નિકોલસ પૂરન – 630
(12:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
