તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th April 2025
ધોનીએ રિવ્યુ લઈ નિકોલસ પુરનનું સપનું કર્યુ ચકનાચુર
મોટી સિધ્ધિ હાંસલ કરવામાં ૧ રન ચુક્યો

નવી દિલ્હીઃ ચેન્નાઈ સામેની મેચમાં નિકોલસ પૂરન મોટો રેકોર્ડ બનાવવાથી ચૂકી ગયો. તે મોટી સિદ્ધિ હાંસલ કરવાથી માત્ર ૧ રન દૂર રહ્યો. એમએસ ધોનીએ તેના સપના ચકનાચૂર કરી નાખ્યા. આ મેચમાં શાનદાર ફોર્મમાં રહેલો પૂરન સસ્તામાં પેવેલિયન પરત ફર્યો.
નિકોલસ પૂરન ટી-૨૦માં ૯ હજાર રન બનાવવાથી ચૂકી ગયો. જો પૂરને ૯ રન બનાવ્યા હોત, તો તે વેસ્ટ ઈન્ડિઝ તરફથી ૯ હજાર કે તેથી વધુ રન બનાવનાર ચોથો ખેલાડી બન્યો હોત. પરંતુ એમએસ ધોનીએ તેના સપના ચકનાચૂર કરી નાખ્યા હતા. આ મેચમાં નિકોલસ એબીડબલ્યુ રિવ્યુ લીધો અને નિકોલસને પેવેલિયન જવા માટે મજબૂર કર્યો.
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
