<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

IPL 2025 થી ભારતીય ચાહકો માટે ખરાબ સમાચાર: ટીમ ઈન્ડિયાનો બોલર ઘાયલ: મેદાન છોડવું પડ્યું

દિલ્હીના સ્ટાર બોલર કુલદીપ યાદવ ફિલ્ડિંગ કરતી વખતે ગંભીર રીતે ઘાયલ થયો: કુલદીપની ઈજાથી દિલ્હી કેપિટલ્સ તેમજ ભારતીય ટીમનું ટેન્શન વધ્યું

દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ રહેલી મેચમાં ભારતીય ક્રિકેટ ચાહકો માટે ખરાબ સમાચાર આવ્યા છે. દિલ્હીના સ્ટાર બોલર કુલદીપ યાદવ ફિલ્ડિંગ કરતી વખતે ગંભીર રીતે ઘાયલ થયો છે. બોલ રોકવાનો પ્રયાસ કરતી વખતે કુલદીપને ખભામાં ઈજા થઈ. કુલદીપ ખૂબ જ પીડામાં હોય તેવું લાગતું હતું અને તેને મેદાન છોડીને જવું પડ્યું. કુલદીપની ઈજાથી દિલ્હી કેપિટલ્સ તેમજ ભારતીય ટીમનું ટેન્શન વધ્યું છે.

   દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ રહેલી મેચમાં ભારતીય ક્રિકેટ ચાહકો માટે ખરાબ સમાચાર આવ્યા છે. ભારતીય સ્પિન બોલર કુલદીપ યાદવ ફિલ્ડિંગ કરતી વખતે ઘાયલ થયો છે. ઇનિંગની 17મી ઓવરના છેલ્લા બોલ પર નીતિશ રાણાએ એક શક્તિશાળી શોટ રમ્યો. બાઉન્ડ્રી લાઇન પાસે ઉભા રહીને કુલદીપે બાઉન્ડ્રી બચાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પરંતુ તેમ છતાં બોલ બાઉન્ડ્રી લાઇન પાર કરી ગયો. બોલ રોકવાનો પ્રયાસ કરતી વખતે કુલદીપને ખભામાં ઈજા થઈ.

  કુલદીપ લાંબા સમય સુધી તેના ખભાને પકડીને સૂતો રહ્યો. આ પછી ફિઝિયોને મેદાન પર આવવું પડ્યું. કુલદીપ ખૂબ જ પીડામાં હોય તેવું લાગતું હતું, જેના કારણે તેને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. કુલદીપની ઈજાએ દિલ્હી કેપિટલ્સનું ટેન્શન વધારી દીધું છે.

 કુલદીપ યાદવ માટે IPL 2025 સીઝન અદ્ભુત રહી છે. દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા કુલદીપે અત્યાર સુધીમાં 6 મેચમાં 11 વિકેટ લીધી છે. રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં, કુલદીપ યાદવે યશસ્વી જયસ્વાલની મોટી વિકેટ લીધી, તેણે તેના 4 ઓવરના સ્પેલમાં 33 રન આપ્યા

 

(11:44 PM IST)