<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

BCCI નો મોટો નિર્ણય :ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયાના સપોર્ટ સ્ટાફમાંથી અભિષેક નાયર સહિત 4 લોકોને બહાર કર્યા

BCCIએ આસિસ્ટન્ટ કોચ, ફીલ્ડીંગ કોચ, સ્ટ્રેન્થ અને કંડીશનિંગ કોચ તેમજ એક મસાજરને ટીમમાંથી હટાવી દીધા

IPL 2025 વચ્ચે ટીમ ઈન્ડિયાને લઈને મોટા સમાયાર સામે આવી રહ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ટીમ ઈન્ડિયાને સપોર્ટ સ્ટાફમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાંથી અભિષેક નાયર સહિત 4 લોકોને હટાવી દેવામાં આવ્યા છે. ત્યારે ઈંગ્લેન્ડ પ્રવાસે ટીમ ઈન્ડિયાના નવા સપોર્ટ સ્ટાફ સાથે જશે.

ઓસ્ટ્રેલિયામાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. જે બાદ બીસીસીઆઈ દ્વારા આ એક્શન લેવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, BCCIએ આસિસ્ટન્ટ કોચ, ફીલ્ડીંગ કોચ, સ્ટ્રેન્થ અને કંડીશનિંગ કોચ તેમજ એક મસાજરને ટીમમાંથી બહારનો રસ્તો બતાવી દીધો છે.

આ 4 સપોર્ટ સ્ટાફમાં સૌથી મોટું નામ હેડ કોચ ગૌતમ ગંભીરના ખાસ ગણાતા અભિષેક નાયરનું છે. અભિષેક નાયર છેલ્લા કેટલાક વર્ષોથી ગૌતમ ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સના સમયથી જોડાયેલા હતા. જ્યારે ગંભીર ટીમનો હેડ કોચ બન્યો ત્યારે અભિષેક નાયરને ટીમ ઈન્ડિયાના આસિસ્ટન્ટ કોચની જવાબદારી સોંપવામાં આવી હતી.

આ સાથે જ સપોર્ટ સ્ટાફમાંથી ફિલ્ડિંગ કોચ ટી દિલીપ, સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ કોચ સોહમ દેસાઈ અને એક મસાજર (ફિઝિયો સપોર્ટ સ્ટાફ)ને પણ કાઢી મૂકવામાં આવ્યા છે. જોકે, આ મસાજરનું નામ સામે આવ્યું નથી.

 


 

(4:10 PM IST)