તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th April 2025
આઈપીએલ 2025ની 32મી મેચ રોમાંચથી ભરપૂર રહી : પોઈન્ટ્સ ટેબલમાં પણ રસપ્રદ ઉથલપાથલ જોવા મળી : દિલ્હી કેપિટલ્સ હાલમાં ટોચ પર : ગુજરાત ટાઇટન્સ બીજા અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ત્રીજા સ્થાને
પંજાબ કિંગ્સ ચોથા સ્થાને , લખનૌ સુપર જાયન્ટ્સ પાંચમા ક્રમે , કોલકાતા નાઈટ રાઈડર્સ છઠ્ઠા સ્થાને ,મુંબઈ ઈન્ડિયન્સ સાતમા ક્રમે ,રાજસ્થાન રોયલ્સ આઠમા સ્થાને , સનરાઈઝર્સ હૈદરાબાદ નવમા સ્થાને ,ચેન્નાઈ સુપર કિંગ્સ દસમા સ્થાને

નવી દિલ્હી તા.૧૭ : આઈપીએલ 2025ની 32મી મેચ રોમાંચથી ભરપૂર રહી હતી. દિલ્હીના કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી આ મેચ સુપર ઓવર સુધી પહોંચી હતી. અંતે, દિલ્હીએ રાજસ્થાનને હરાવીને શાનદાર જીત હાંસલ કરી હતી.
IPL 2025માં રોમાંચક મેચો જોવા મળી રહી છે. દરેક ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. આવી સ્થિતિમાં, પોઈન્ટ્સ ટેબલમાં પણ રસપ્રદ ઉથલપાથલ જોવા મળી રહી છે. જેમ જેમ ટૂર્નામેન્ટ આગળ વધી રહી છે તેમ તેમ પ્લેઓફની રેસ પણ વધુ તીવ્ર બની રહી છે. ત્યારે આ આર્ટિકલમાં જાણો આઈપીએલ 2025ની 32મી મેચ પછી પોઈન્ટ્સ ટેબલની સ્થિતિ શું છે અને કઈ ટીમ ક્યાં સ્થાન પર છે.
IPL 2025 Points Table Latest Update: 32મી મેચ પછી પોઈન્ટ ટેબલની સ્થિતિ શું છે?
દિલ્હી કેપિટલ્સ હાલમાં ટોચ પર છે. ટીમે 6માંથી 5 મેચ જીતી છે અને 10 પોઈન્ટ્સ સાથે તેમનો નેટ રન રેટ +0.744 છે.
ગુજરાત ટાઇટન્સ બીજા સ્થાને છે. 6માંથી 4 જીત સાથે 8 પોઈન્ટ્સ છે અને તેમનો નેટ રન રેટ +1.081 સૌથી વધુ છે.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ત્રીજા સ્થાને છે. વિરાટ કોહલીની ટીમે 6માંથી 4 મેચ જીતી છે. 8 પોઈન્ટ્સ અને +0.672 નેટ રન રેટ ધરાવે છે.
પંજાબ કિંગ્સ ચોથા સ્થાને છે. 6માંથી 4 જીત અને 8 પોઈન્ટ્સ સાથે તેમનો નેટ રન રેટ +0.172 છે.
લખનૌ સુપર જાયન્ટ્સ પાંચમા ક્રમે છે. 7માંથી 4 જીત સાથે 8 પોઈન્ટ્સ અને નેટ રન રેટ +0.086 છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ છઠ્ઠા સ્થાને છે. 6માંથી 3 મેચ જીતી છે અને 6 પોઈન્ટ્સ સાથે તેમનો નેટ રન રેટ +0.547 છે.
મુંબઈ ઈન્ડિયન્સ સાતમા ક્રમે છે. 6માંથી માત્ર 2 જીત મેળવી છે. 4 પોઈન્ટ્સ અને નેટ રન રેટ +0.104 છે.
રાજસ્થાન રોયલ્સ આઠમા સ્થાને છે. 7માંથી 2 જીત, 4 પોઈન્ટ્સ અને નેટ રન રેટ -0.714 છે.
સનરાઈઝર્સ હૈદરાબાદ નવમા સ્થાને છે. 6માંથી 2 જીત, 4 પોઈન્ટ્સ અને નેટ રન રેટ -1.245 છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ દસમા સ્થાને છે. એમએસ ધોનીની ટીમે 7માંથી માત્ર 2 મેચ જીતી છે. 4 પોઈન્ટ્સ સાથે તેમનો નેટ રન રેટ -1.276 છે.
IPL 2025 પોઈન્ટ્સ ટેબલ
ક્રમ ટીમ કુલ રમેલી મેચ જીત હાર પોઈન્ટ્સ નેટ રન રેટ (NRR)
1 દિલ્હી કેપિટલ્સ 6 5 1 10 0.74
2 ગુજરાત ટાઇટન્સ 6 4 2 8 1.08
3 રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ 6 4 2 8 0.67
4 પંજાબ કિંગ્સ 6 4 2 8 0.17
5 લખનૌ સુપર જાયન્ટ્સ 7 4 3 8 0.09
6 કોલકાતા નાઈટ રાઈડર્સ 7 3 4 6 0.55
7 મુંબઈ ઈન્ડિયન્સ 6 2 4 4 0.1
8 રાજસ્થાન રોયલ્સ 7 2 5 4 -0.71
9 સનરાઈઝર્સ હૈદરાબાદ 6 2 4 4 -1.25
10 ચેન્નાઈ સુપર કિંગ્સ 7 2 5 4 -1.28
(2:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
