<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

હરીફોના છક્કા છોડાવવા માટે CSK માં હવે બેબી એબીનો પ્રવેશ, ચેન્નાઈએ આ ખેલાડી પર કેટલા કરોડ ખર્ચ્યા?

ચેન્નાઈ સુપર કિંગ્સે દક્ષિણ આફ્રિકાના આ ક્રિકેટરને બેઝ પ્રાઈસ કરતાં 3 ગણી વધુ કિંમત ચૂકવીને ટીમમાં સામેલ કર્યો છે. ડેવાલ્ડ બ્રેવિસને બેબી એબી ડી વિલિયર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચેન્નાઈએ ગુરજપનીત સિંહને 2.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, જેના સ્થાને તેને મળી જગ્યા

IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સમાં વધુ એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. પહેલા ચેન્નાઈએ ઋતુરાજ ગાયકવાડની જગ્યાએ એમએસ ધોનીને કેપ્ટન બનાવ્યો અને હવે બેબી એબી ડી વિલિયર્સે ટીમમાં એન્ટ્રી કરી છે. હા, હવે ડેવાલ્ડ બ્રેવિસ ગુરજપનીત સિંહના સ્થાને ચેન્નાઈ સુપર કિંગ્સમાં પ્રવેશ્યો છે.

આ વખતે IPLમાં ડેવાલ્ડ બ્રેવિસ વેચાયો ન હતો પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સે દક્ષિણ આફ્રિકાના આ ક્રિકેટરને પોતાની ટીમમાં સમાવવા માટે બેઝ પ્રાઈસ કરતાં 3 ગણી વધુ કિંમત ચૂકવવાનો નિર્ણય કર્યો અને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો. ડેવાલ્ડ બ્રેવિસને બેબી એબી ડી વિલિયર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે.

પહેલા ઋતુરાજ ગાયકવાડ IPL 2025માંથી બહાર થયા હતા

IPLની 18મી સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સની હાલત હાલમાં ખૂબ જ ખરાબ છે. ચેન્નાઈએ 7 મેચ રમી છે જેમાંથી ટીમે ફક્ત 2 મેચ જીતી છે અને બાકીની 5 મેચમાં ચેન્નાઈને સતત હારનો સામનો કરવો પડ્યો છે. CSK ના નિયમિત કેપ્ટન રુતુરાજ ગાયકવાડ કોણીના ફ્રેક્ચરને કારણે આખી સીઝનમાંથી બહાર છે. તેમના સ્થાને, ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની હવે ચેન્નાઈનું નેતૃત્વ કરી રહ્યા છે.

ડેવાલ્ડ બ્રેવિસને પહેલી વાર IPLમાં મુંબઈ ઇન્ડિયન્સે ખરીદ્યો હતો. જ્યાં તેણે IPL 2022 અને 2024 માં મુંબઈ ઈન્ડિયન્સ માટે 10 મેચમાં 133.72 ના સ્ટ્રાઈક રેટથી 230 રન બનાવ્યા હતા. CSK આ લીગમાં તેની બીજી ટીમ બનવા જઈ રહી છે. બ્રેવિસ આઈપીએલ 2025 મેગા ઓક્શન દરમિયાન 75 લાખ રૂપિયાના બેઝ પ્રાઈસ સાથે ટીમમાં જોડાયા હતા, પરંતુ કોઈ ટીમે તેમના પર બોલી લગાવી ન હતી જેના કારણે તેઓ વેચાયા વગર રહ્યા હતા.

CSK એ ડેવાલ્ડ બ્રેવિસને 3 ગણા ભાવે ખરીદ્યો

હવે ચેન્નાઈ સુપર કિંગ્સે તેને તેની બેઝ પ્રાઈસ કરતાં ત્રણ ગણી એટલે કે 2.2 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો છે. તમને જણાવી દઈએ કે, સામાન્ય રીતે IPLમાં રિપ્લેસમેન્ટ ખેલાડીને હરાજીની બેઝ પ્રાઈસ જેટલી રકમ મળે છે. પરંતુ CSK ટીમ ડેવાલ્ડ બ્રેવિસને તેની બેઝ પ્રાઈસ કરતાં ત્રણ ગણા વધુ પૈસા આપી રહી છે.

તમને જણાવી દઈએ કે IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુરજપનીત સિંહને 2.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો પરંતુ તે ટીમ માટે એક પણ મેચ રમી શક્યો ન હતો. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે ગુરજપનીત સિંહને પૈસા ચૂકવવાને બદલે, CSK હવે આ પૈસા ડેવાલ્ડ બ્રેવિસને આપી શકે છે.

 

(8:52 PM IST)