News of Friday, 18th April 2025
બેંગલુરુમાં IPL મેચમાં વરસાદનું વિઘ્ન : રાત્રે 8.00 વાગ્યે જોર વધ્યું : જાણો ક્યારે શરૂ થશે મેચ
ટૉસ માટે રાત્રે 10.41 વાગ્યાનો સમય નક્કી કરાયો : મૅચ-રેફરી સાથે મળીને અમ્પાયર્સ આ મૅચ ક્યારે શરૂ કરી શકાય એની યોજના વિચારી રહ્યા છે

બેંગલૂરુઃ અહીંના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે સાંજે 7.30 વાગ્યાથી મૅચ રમાવાની હતી, પરંતુ વરસાદ (RAIN) પડવાને કારણે 7.00 વાગ્યે ટૉસ (TOSS) પણ નહોતો ઉછાળવામાં આવ્યો. ઝરઝર વરસાદ પડયો હોવાથી અને બંધ થયા પછી ફરી શરૂ થયો હોવાથી મૅચ-રેફરી સાથે મળીને અમ્પાયર્સ આ મૅચ ક્યારે શરૂ કરી શકાય એની યોજના વિચારી રહ્યા છે. રાત્રે 8.00 વાગ્યે વરસાદનું જોર વધી ગયું હતું.
ટીવી બ્રૉડકાસ્ટ દરમ્યાન જાહેર કરવામાં આવ્યું હતું કે ટૉસ માટે રાત્રે 10.41 વાગ્યાનો સમય નક્કી કરાયો છે અને એ રીતે રાત્રે 10.56 વાગ્યે મૅચ શરૂ કરી શકાશે.
જોકે કેટલી ઓવર રાખવામાં આવશે એ હજી નક્કી નહોતું કરાયું.
(9:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
