<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

કોલકાતા સામેની મેચમાં ગુજરાતનો કેપ્ટન શુભમન ગિલ ફરી એકવાર સદી ચુકી ગયો

શુભમન ગિલ 90 રન બનાવીને રિંકુ સિંહના હાથે કેચ આઉટ

કોલકાતાના ઈડન ગાર્ડનમાં કોલકાતા સામેની મેચમાં ગુજરાતનો કેપ્ટન શુભમન ગિલ ફરી એકવાર સદી ચુક્યો હતો. આ પહેલા 2022માં પંજાબ કિંગ્સ સામે પણ શુભમન ગિલ 96 રન બનાવીને આઉટ થયો હતો. રિંકુ સિંહના હાથે કેચ આઉટ થતાં આઈપીએલમાં શુભમન ગિલ બીજી વાર સદી બનાવતાં ચુક્યો.

ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે કોલકાતા સામે 55 બોલમાં 90 રન બનાવ્યા અને રિંકુ સિંહના હાથે કેચ આઉટ થયો. તેણે ફુલટોસ બોલ ફટકારવાનો પ્રયાસ કર્યો, પણ બોલ સીધો ફિલ્ડરના હાથમાં ગયો. આઈપીએલમાં આ બીજી વખત હતું જ્યારે શુભમન ગિલ 90 રનની આસપાસ પહોંચ્યા પછી આઉટ થયો હતો.

આ સાથે શુભમન ગિલ IPL ઇતિહાસમાં 90 ની આસપાસ બે કે તેથી વધુ વખત આઉટ થનાર ચોથો ભારતીય બેટ્સમેન બન્યો છે. આ યાદીમાં રૂતુરાજ ગાયકવાડ (3 વખત), વિરાટ કોહલી (2 વખત) અને કેએલ રાહુલ (2 વખત) ના નામ પણ શામેલ છે.

સાઈ સુદર્શનના ઓરેન્જ કેપ યાદીમાં ટોચ પર છે. તેણે 8 ઇનિંગ્સમાં 152.18 ના સ્ટ્રાઇક રેટથી 417 રન બનાવ્યા છે. હવે ગિલ ઓરેન્જ કેપની રેસમાં 7મા સ્થાને પહોંચી ગયો છે. KKR સામે 90 રનની ઇનિંગથી શુભમને ગિલે આ સિઝનમાં 300 રનનો આંકડો પાર કર્યો હતો. તેણે આ સિઝનમાં અત્યાર સુધીમાં 8 ઇનિંગ્સમાં 153.26 ના સ્ટ્રાઇક રેટથી કુલ 305 રન બનાવ્યા છે. આ મેચમાં બંને ખેલાડીઓએ મળીને પ્રથમ વિકેટ માટે 114 રનની મજબૂત ભાગીદારી કરી

(11:53 PM IST)