News of Tuesday, 22nd April 2025
જસપ્રીત બુમરાહ અને સ્મૃતિ મંધાનાને વિઝડનનો એવોર્ડ જીત્યો :વર્ષના ટોપ-5 ક્રિકેટર્સની જાહેરાત
ભારતના ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને મહિલા ટીમમાંથી સ્મૃતિ મંધાનાને 'વિઝડન લીડિંગ ક્રિકેટર ઇન ધ વર્લ્ડ' એવોર્ડથી નવાજવામાં આવ્યા

મુંબઈ :વિઝડન ક્રિકેટર્સ અલ્માનકે વર્ષના અગ્રણી ક્રિકેટરોના નામ જાહેર કર્યા છે. ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને મહિલા ક્રિકેટ ટીમના સ્મૃતિ મંધાનાને વિઝડનનો તાજ પહેરાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, વર્ષના ટોપ-5 ક્રિકેટર્સની પણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં ત્રણ ખેલાડીઓ ઇંગ્લેન્ડના છે.
વિઝડન ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ ક્રિકેટનો સૌથી જૂનો વ્યક્તિગત એવોર્ડ છે. વિઝડન 1889 થી દર વર્ષે આ યાદી બહાર પાડી રહ્યું છે, જેની પસંદગી પાછલી સિઝનના પ્રદર્શનના આધારે કરવામાં આવે છે. કોઈ પણ ખેલાડી આ એવોર્ડ એકથી વધુ વખત જીતી શકતો નથી.
ભારતના ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને મહિલા ટીમમાંથી સ્મૃતિ મંધાનાને 'વિઝડન લીડિંગ ક્રિકેટર ઇન ધ વર્લ્ડ' એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. વિઝડન લીડિંગ ક્રિકેટર ઇન ધ વર્લ્ડ એવોર્ડ વિઝડન ક્રિકેટર્સ અલ્માનેકના સંપાદક દ્વારા વિશ્વના કેટલાક અનુભવી લેખકો અને વિવેચકો સાથે પરામર્શ કરીને આપવામાં આવે છે. બુમરાહને વર્ષ 2024 માં તેના શાનદાર પ્રદર્શન બાદ આ એવોર્ડ મળ્યો છે.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
