<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

ગુજરાત ટાઇટન્સનો ટોચના સ્થાને :કોલકાતા સાતમા સ્થાને: જાણો પોઈન્ટ્સ ટેબલની સ્થિતિ

પોઈન્ટની સાથે નેટ રન રેટ પણ મહત્વની ભૂમિકા ભજવશે:જાણો આઈપીએલ 2025ની 39મી મેચ પછી પોઈન્ટ્સ ટેબલની સ્થિતિ શું છે અને કઈ ટીમ ક્યાં સ્થાન પર છે.

મુંબઈ :આઈપીએલ 2025માં 22 એપ્રિલ, સોમવારના રોજ કોલકાતા ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં ગુજરાતની ટીમે કોલકાતાની ટીમને 39 રનથી માત આપી હતી.

આ મેચમાં વિજય મેળવ્યા પછી ગુજરાત ટાઈટન્સની ટીમે પોઈન્ટ ટેબલમાં 12 પોઈન્ટ સાથે પોતાનું સ્થાન વધુ મજબૂત કરી લીધું છે. ગુજરાતની ટીમ હજુ પણ પ્રથમ સ્થાને છે. જ્યારે કોલકાતાની ટીમ 6 પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે.

IPL 2025ની લીગ મેચો નિર્ણાયક તબક્કામાં પ્રવેશી રહી છે, ત્યારે પોઈન્ટ્સ ટેબલમાં રોમાંચક સ્થિતિ જોવા મળી રહી છે. પોઈન્ટ્સ ટેબલ પરથી સ્પષ્ટ થાય છે કે ટોપ ફોરની સાથે ટોપ 2 સ્થાન માટે જોરદાર સ્પર્ધા જોવા મળશે. આવી સ્થિતિમાં પોઈન્ટની સાથે નેટ રન રેટ પણ મહત્વની ભૂમિકા ભજવશે. ત્યારે આ આર્ટિકલમાં જાણો આઈપીએલ 2025ની 39મી મેચ પછી પોઈન્ટ્સ ટેબલની સ્થિતિ શું છે અને કઈ ટીમ ક્યાં સ્થાન પર છે.

 

39મી મેચ પછી પોઈન્ટ ટેબલની સ્થિતિ શું છે?

  1. ગુજરાત ટાઇટન્સ - 8 માંથી 6 મેચ જીતીને 12 પોઈન્ટ્સ સાથે ટોચ પર છે. તેમનો નેટ રન રેટ +1.104 છે.
  2. દિલ્હી કેપિટલ્સ - 7માંથી 5 જીત સાથે 10 પોઈન્ટ્સ છે અને તેમનો નેટ રન રેટ +0.589 છે.
  3. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ - 8 મેચમાંથી 5 જીત સાથે 10 પોઈન્ટ્સ છે, તેમનો નેટ રન રેટ +0.472 છે.
  4. પંજાબ કિંગ્સ - 8માંથી 5 જીત અને +0.177 નેટ રન રેટ સાથે 10 પોઈન્ટ્સ છે.
  5. લખનૌ સુપર જાયન્ટ્સ - 8માંથી 5 જીત અને +0.088 નેટ રન રેટ સાથે તેઓના પણ 10 પોઈન્ટ્સ છે.
  6. મુંબઈ ઈન્ડિયન્સ - 8માંથી 4 જીત અને +0.483 નેટ રન રેટ સાથે 8 પોઈન્ટ્સ છે.
  7. કોલકાતા નાઈટ રાઈડર્સ - 8માંથી 3 જીત અને +0.212 નેટ રન રેટ સાથે 8 પોઈન્ટ્સ છે.
  8. રાજસ્થાન રોયલ્સ - 8માંથી માત્ર 2 જીત સાથે 4 પોઈન્ટ્સ છે, તેમનો નેટ રન રેટ -0.633 છે.
  9. સનરાઈઝર્સ હૈદરાબાદ - 7માંથી 2 જીત સાથે 4 પોઈન્ટ્સ છે, તેમનો નેટ રન રેટ -1.217 છે.
  10. ચેન્નાઈ સુપર કિંગ્સ - 8માંથી 2 મેચમાં જીત સાથે 4 પોઈન્ટ્સ છે, તેમનો નેટ રન રેટ -1.392 છે.

પોઇન્ટ ટેબલ

ક્રમટીમમેચજીતહારપોઈન્ટ્સનેટ રન રેટ (NRR)1ગુજરાત ટાઇટન્સ862121.1042દિલ્હી કેપિટલ્સ752100.5893રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ853100.4724પંજાબ કિંગ્સ853100.1775લખનૌ સુપર જાયન્ટ્સ853100.0886મુંબઈ ઈન્ડિયન્સ84480.4837કોલકાતા નાઈટ રાઈડર્સ83580.2128રાજસ્થાન રોયલ્સ8264-0.6339સનરાઈઝર્સ હૈદરાબાદ7254-1.21710ચેન્નાઈ સુપર કિંગ્સ8264-1.392

(11:35 AM IST)