News of Tuesday, 22nd April 2025
ચેન્નાઇ સુપરકિંગ્સના ડેવોન કોન્વેના પિતાનું અવસાનઃ ન્યુઝીલેન્ડ પરત

નવી દિલ્હીઃ ડેવોન કોનવેને હવે ન્યુઝીલેન્ડ પાછા જવું પડી શકે છે. પિતાના મળત્યુ પછી, તેને તેના પરિવારના સભ્યો સાથે રહેવું પડશે. ચેન્નાઈ સુપર કિંગ્સે આ સમાચાર તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા છે. તેમણે માહિતી આપી છે કે ડાબોડી બેટ્સમેન ડેવોન કોનવેના પિતાનું અવસાન થયું છે. આ મુશ્કેલ સમયમાં અમે તેમના પરિવાર સાથે ઉભા છીએ. મુંબઇ સામેની મેચમાં ચેન્નાઇના ખેલાડીઓ કાળી પટ્ટી પહેરી મેદાનમાં ઉતર્યા હતાં.
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
