News of Tuesday, 22nd April 2025
ફિક્સિંગ વિવાદ બાદ રાજસ્થાન રોયલ્સને વધુ એક મોટો ઝટકો, સુકાની સંજુ સેમસન હજુ અનફિટ, આગામી મેચમાં રમી નહિ શકે
ટીમ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'કેપ્ટન સંજુ સેમસન હાલમાં રિકવરી પ્રક્રિયામાં છે અને ટીમના કેટલાક મેડિકલ સ્ટાફ સાથે ઘરે જ રહેશે.' તેથી, તે બેંગ્લોર જશે નહીં અને RCB સામેની મેચમાં રમશે નહીં.: રિયાન પરાગને શિરે ફરીથી ટીમની કેપ્ટનશીપની જવાબદારી

IPL 2025 માં, મુશ્કેલીમાં મુકાયેલી રાજસ્થાન રોયલ્સ માટે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. સિઝનમાં રમાયેલી 8 મેચમાંથી માત્ર 2 જીત અને 6 હાર સાથે, રાજસ્થાન પ્લેઓફની દોડમાંથી બહાર થવાના ખતરામાં છે.
દરમિયાન, ટીમના નિયમિત કેપ્ટન સંજુ સેમસનની ફિટનેસ રાજસ્થાન રોયલ્સ માટે એક નવી સમસ્યા બની ગઈ છે.
પેટની ઈજાથી પરેશાન સેમસન
વાસ્તવમાં, રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન પેટની ઈજાને કારણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની આગામી મેચ રમી શકશે નહીં. આ પહેલા પણ તે લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાંથી બહાર થઈ ગયો હતો. એટલું જ નહીં, સંજુ ક્યારે મેદાનમાં પાછો ફરશે તે પણ સ્પષ્ટ નથી. ટીમ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'આરઆર કેપ્ટન સંજુ સેમસન હાલમાં રિકવરી પ્રક્રિયામાં છે અને ટીમના કેટલાક મેડિકલ સ્ટાફ સાથે ઘરે જ રહેશે.' તેથી, તે બેંગ્લોર જશે નહીં અને RCB સામેની મેચમાં રમશે નહીં.
તે ક્યારે પાછો આવશે તેની ખાતરી નથી.
ટીમ મેનેજમેન્ટના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે સંજુ સેમસનની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. તેના મેદાનમાં પાછા ફરવા અંગે હજુ નિર્ણય લઈ શકાયો નથી. એટલે કે તે ક્યારે મેદાનમાં પાછો ફરશે તે હજુ નક્કી નથી. તમને
તમને જણાવી દઈએ કે દિલ્હી કેપિટલ્સ સામે રમતી વખતે સંજુને બેટિંગ કરતી વખતે પેટમાં દુખાવો થતો હતો. જે બાદ તે લખનૌ સામે રમી શક્યો નહીં. હવે ફરી આ ઈજા સંજુ માટે ચિંતાનું કારણ બની ગઈ છે.
RR ના પ્લેઓફ દાવ પર
રાજસ્થાન રોયલ્સ માટે આ સિઝન અત્યાર સુધી ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે, ટીમે ફક્ત બે મેચ જીતી છે. આવી સ્થિતિમાં, સંજુની ગેરહાજરી વધુ મોટો ફટકો સાબિત થઈ શકે છે. રાજસ્થાનની આગામી મેચ 24 એપ્રિલે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. તે સ્ટેડિયમમાં RCB સામે થશે. જ્યાં રિયાન પરાગને ફરીથી ટીમની કેપ્ટનશીપની જવાબદારી સંભાળવાની તક મળશે.
(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
