તા. ૧૧ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૪ મંગળવાર
News of Wednesday, 23rd April 2025
ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી બંને ટીમના 12- 12 પોઈન્ટ: 3 ટીમોના 10 પોઈન્ટ :સ્પર્ધા અત્યંત રોમાંચક બની : જાણો પોઇન્ટ ટેબલની સ્થિતિ
લખનૌની ટીમ 10 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને : જાણો આઈપીએલ 2025ની 40મી મેચ પછી પોઈન્ટ્સ ટેબલની સ્થિતિ શું છે અને કઈ ટીમ ક્યાં સ્થાન પર છે

મુંબઈ :આઈપીએલ 2025માં 23 એપ્રિલના રોજ લખનૌના એકાના સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપ્ટિલ્સ વચ્ચે મુકાબલો રમાયો હતો. આ મેચમાં દિલ્હીની ટીમે લખનૌની ટીમને 8 વિકેટથી પરાજય આપ્યો હતો.
આ મેચમાં વિજય મેળવ્યા પછી દિલ્હી કેપ્ટિલ્સની ટીમના 12 પોઈન્ટ થઈ ગયા અને અને આ સાથે જ ટીમે પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કરી લીધું છે. દિલ્હીની ટીમ બીજા સ્થાને છે. જ્યારે લખનૌની ટીમ 10 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે.
જેમ જેમ IPL 2025ની લીગ મેચો અંતિમ તબક્કામાં પ્રવેશી રહી છે, તેમ તેમ પોઈન્ટ્સ ટેબલમાં રસપ્રદ ફેરફાર જોવા મળી રહ્યા છે. ટોચના ચાર સ્થાનો માટે ચાલી રહેલી સ્પર્ધા અત્યંત રોમાંચક બની છે અને ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે કઈ ટીમો પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરે છે. ત્યારે આ આર્ટિકલમાં જાણો આઈપીએલ 2025ની 40મી મેચ પછી પોઈન્ટ્સ ટેબલની સ્થિતિ શું છે અને કઈ ટીમ ક્યાં સ્થાન પર છે.
40મી મેચ પછી પોઈન્ટ ટેબલની સ્થિતિ શું છે?
- ગુજરાત ટાઇટન્સ 8માંથી 6 જીત સાથે 12 પોઈન્ટ્સ અને +1.104ના મજબૂત નેટ રન રેટ સાથે પ્રથમ સ્થાને છે.
- બીજા નંબરે છે દિલ્હી કેપિટલ્સ, જેણે 8માંથી 6 મેચ જીતી છે અને +0.657ના નેટ રન રેટ સાથે 12 પોઈન્ટ્સ ધરાવે છે.
- રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ત્રીજા સ્થાને છે. ટીમે 8માંથી 5 મેચ જીતી છે, 10 પોઈન્ટ્સ સાથે તેમનો નેટ રન રેટ +0.472 છે.
- પંજાબ કિંગ્સ પણ 10 પોઈન્ટ્સ સાથે ચોથા સ્થાન પર છે, પરંતુ તેમનો નેટ રન રેટ +0.177 હોવાથી તેઓ બેંગલુરુથી પાછળ છે.
- લખનૌ સુપર જાયન્ટ્સ 9માંથી 5 જીત સાથે 10 પોઈન્ટ્સ ધરાવે છે, પણ -0.054ના નેટ રન રેટના કારણે પાંચમા ક્રમે છે.
- મુંબઈ ઈન્ડિયન્સ 8માંથી 4 જીત સાથે 8 પોઈન્ટ્સ અને +0.483ના નેટ રન રેટ સાથે છઠ્ઠા ક્રમે છે.
- કોલકાતા નાઈટ રાઈડર્સ 8માંથી 3 જીત સાથે 6 પોઈન્ટ્સ અને +0.212ના નેટ રન રેટ સાથે સાતમા સ્થાને છે.
- રાજસ્થાન રોયલ્સ 8માંથી 2 મેચ જીતી છે અને -0.633ના નેટ રન રેટ સાથે તેઓ આઠમા ક્રમે છે.
- સનરાઈઝર્સ હૈદરાબાદ 7માંથી 2 જીત સાથે માત્ર 4 પોઈન્ટ્સ ધરાવે છે અને તેમનો નેટ રન રેટ -1.217 છે.
- છેલ્લા સ્થાને ચેન્નાઈ સુપર કિંગ્સ, જેણે 8માંથી માત્ર 2 જીત મેળવી છે, તેમો -1.392નો નેટ રન રેટ છે.
પોઇન્ટ ટેબલ
ક્રમટીમમેચજીતહારપોઈન્ટ્સનેટ રન રેટ (NRR)1ગુજરાત ટાઇટન્સ862121.1042દિલ્હી કેપિટલ્સ862120.6573રોયલ ચેલેન્જર્સ બેંગલુર853100.4724પંજાબ કિંગ્સ853100.1775લખનૌ સુપર જાયન્ટ્સ95410-0.0546મુંબઈ ઈન્ડિયન્સ84480.4837કોલકાતા નાઈટ રાઇડર્સ83560.2128રાજસ્થાન રોયલ્સ8264-0.6339સનરાઇઝર્સ હૈદરાબાદ7254-1.21710ચેન્નઈ સુપર કિંગ્સ8264-1.392
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
