<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

હૈદરાબાદને ઈમાનદારી મોંઘી પડી : ઇશાન કિશનની પ્રામાણિકતા :આઉટ થયા વિના પેવેલિયન પરત ફર્યો

બોલરે કોઈ અપીલ ન કરી હોવા છતાં ઈશાન કિશન ડગઆઉટ તરફ ચાલ્યો ગયો. ઈશાન કિશનની આ પ્રામાણિકતા સનરાઈઝર્સ હૈદરાબાદ માટે મોંઘી સાબિત થઈ

મુંબઈ :આઈપીએલમાં ઈશાન કિશનનું ખરાબ પ્રદર્શન યથાવત છે. પહેલી મેચમાં સદી ફટકારનાર ઈશાન કિશનનું બેટ શાંત થઈ ગયું છે. મુંબઈ ઈન્ડિયન્સ સામે ઈશાન કિશન ફરી એકવાર નિષ્ફળ ગયો. તે ફક્ત એક રન બનાવીને આઉટ થયો હતો. જોકે, કિશન આઉટ થયો તે એક ચર્ચાનો વિષય બન્યો છે. ઈશાન કિશનને BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવ્યો છે.

વાસ્તવમાં, મુંબઈ ઈન્ડિયન્સ સામે ઈશાન કિશનને વિવાદાસ્પદ રીતે આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. બોલરે કોઈ અપીલ ન કરી હોવા છતાં ઈશાન કિશન ડગઆઉટ તરફ ચાલ્યો ગયો. ઈશાન કિશનની આ પ્રામાણિકતા સનરાઈઝર્સ હૈદરાબાદ માટે મોંઘી સાબિત થઈ. કારણ કે રિપ્લેમાં બતાવવામાં આવ્યું હતું કે બોલ અને બેટ વચ્ચે કોઈ સંપર્ક થયો ન હતો.

 આ ઘટના સનરાઈઝર્સ હૈદરાબાદની ઈનિંગની ત્રીજી ઓવરના પહેલા બોલ પર બની હતી. દીપક ચહર લેગ સ્ટમ્પ પર સારી લેન્થ બોલ ફેંક્યો. ઇશાન કિશને મારવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ બહાર ગયો અને કીપરના ગ્લોવ્સમાં ગયો. આ પછી ઈશાન કિશન પેવેલિયન તરફ પાછો ફરવા લાગ્યો.

ઇશાન કિશનને પેવેલિયન તરફ પાછો ફરતો જોઈને દીપક ચહરે અપીલ કરી અને અમ્પાયરે આંગળી ઉંચી કરી. મજાની વાત એ હતી કે અમ્પાયરે કોઈ પણ અપીલ કર્યા વિના આંગળી ઉંચી કરી. ઈશાન કિશને કોઈ રિવ્યૂ લીધો ન હતો. પાછળથી રિપ્લેમાં જોવા મળ્યું કે બોલ અને બેટ વચ્ચે કોઈ સંપર્ક થયો ન હતો. અલ્ટ્રાએજ પર કોઈ સ્પાઇક્સ દેખાયા નહીં.

જોકે, ઈશાન કિશન પૂરા આત્મવિશ્વાસ સાથે પેવેલિયન પાછો ફર્યો કારણ કે તેને લાગ્યું કે બોલ બેટને વાગ્યો છે. આના પર મુંબઈના ખેલાડીઓએ પણ ઈશાન કિશનની ખેલદિલીનું સમર્થન કર્યું હતું પરંતુ ઈશાનનું આઉટ થવું ચર્ચાનો વિષય બની ગયું છે.

નોંધનીય છે કે IPL 2025ની 41મી મેચમાં, મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિકે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો.

(11:07 PM IST)