News of Thursday, 24th April 2025
હોકી ઇન્ડિયાએ સિનિયર પુરુષોના રાષ્ટ્રીય શિબિર માટે સંભવિત ખેલાડીઓની કરી જાહેરાત

નવી દિલ્હી: હોકી ઇન્ડિયાએ આગામી સિનિયર મેન્સ નેશનલ કોચિંગ કેમ્પ માટે 54 સભ્યોની સંભવિત ખેલાડીઓની યાદી જાહેર કરી છે. આ શિબિર 25 એપ્રિલ 2025 ના રોજ બેંગલુરુના સાઈ સેન્ટર ખાતે શરૂ થશે. ઉત્તર પ્રદેશના ઝાંસીમાં આયોજિત 15મી સિનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશિપ 2025માં તેમના પ્રદર્શનના આધારે, હોકી ઇન્ડિયાએ આગામી રાષ્ટ્રીય શિબિર માટે 54 ખેલાડીઓના મુખ્ય જૂથની પસંદગી કરી છે.આ શિબિર 25 થી 30 એપ્રિલ સુધી ચાલશે, જે દરમિયાન જૂથનું મૂલ્યાંકન કરવામાં આવશે અને પછી ખેલાડીઓની યાદી ઘટાડીને 40 કરવામાં આવશે. પસંદ કરાયેલા 40 ખેલાડીઓ 1 થી 25 મે દરમિયાન યોજાનાર શિબિરના આગામી તબક્કામાં તાલીમ ચાલુ રાખશે.૫૪ ખેલાડીઓમાંથી ૩૮ ખેલાડીઓને હાલના કોર ગ્રુપમાંથી જાળવી રાખવામાં આવ્યા છે. બાકીના ખેલાડીઓની પસંદગી તાજેતરના રાષ્ટ્રીય સ્તરે તેમના પ્રભાવશાળી પ્રદર્શનના આધારે કરવામાં આવી છે, જેમાં હોકી મધ્યપ્રદેશ, હોકી મહારાષ્ટ્ર, હોકી પંજાબ, યુપી હોકી, હોકી બંગાળ અને મણિપુર હોકીના ખેલાડીઓનો સમાવેશ થાય છે.
(5:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
