<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

હેઝલવુડે બાજી પલટાવી નાખીઃ બેંગ્‍લોરે રાજસ્‍થાનને હરાવ્‍યું: ૧ર પોઇન્‍ટ સાથે ત્રીજા સ્‍થાને

ર૦૬ રનના ટાર્ગેટ સામે રાજસ્‍થાન ૯ વિકેટે ૧૯૪ રન જ બનાવી શકયું

નવી દિલ્‍હીઃ ફાસ્‍ટ બોલર જોશ હેઝલવુડની મજબૂત બોલિંગના આધારે રોયલ ચેલેન્‍જર્સ બેંગ્‍લોરે રાજસ્‍થાન રોયલ્‍સને ૧૧ રનથી હરાવ્‍યું હતું. આ સિઝનમાં ઘરઆંગણે આરસીબીની આ પ્રથમ જીત છે. ૬ જીત સાથે ૧૨ પોઈન્‍ટ સાથે પોઈન્‍ટ ટેબલમાં ત્રીજા સ્‍થાને પહોંચી ગયું છે.

૨૦૬ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્‍થાન રોયલ્‍સ ૯ વિકેટે ૧૯૪ રન જ બનાવી શકી હતી. રાજસ્‍થાનની ૯ મેચમાં આ સાતમી હાર છે. તે પોઈન્‍ટ ટેબલમાં ૮મા નંબરે છે. જોશ હેઝલવુડે આરસીબીની જીતમાં મહત્‍વની ભૂમિકા ભજવી હતી કારણ કે તેણે ૧૭મી અને ૧૯મી ઓવરમાં ૩ વિકેટ ઝડપી હતી અને મેચને આરસીબીની તરફેણમાં ફેરવી દીધી હતી. હેઝલવુડે ૪ ઓવરમાં ૩૩ રન આપીને ૪ વિકેટ લીધી હતી. રાજસ્‍થાન રોયલ્‍સની આ સતત પાંચમી હાર છે.

યશસ્‍વી જયસ્‍વાલ અને વૈભવ સૂર્યવંશીએ રાજસ્‍થાન રોયલ્‍સને વિસ્‍ફોટક શરૂઆત અપાવી હતી. બંનેએ -થમ વિકેટ માટે ૫૨ રનની ભાગીદારી કરી હતી. સૂર્યવંશી ૨ છગ્‍ગાની મદદથી ૧૬ રન બનાવીને આઉટ થયો હતો. આ પછી યશસ્‍વી જયસ્‍વાલ એક રનથી પોતાની અડધી સદી ચૂકી ગયો હતો. તે હેઝલવુડની બોલ પર રોમારિયો શેફર્ડના હાથે કેચ આઉટ થયો હતો. નીતિશ રાણા ૨૮ રન બનાવીને આઉટ થયો હતો. તેને કળણાલ પંડ્‍યાએ આઉટ કર્યો હતો. શિમરોન હેટમાયર ૧૧ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તે હેઝલવુડની બોલિંગ પર જીતેશ શર્માના હાથે વિકેટ પાછળ કેચ આઉટ થયો હતો. ધ્રુવ જુરેલ ૪૭ રન બનાવીને આઉટ થયો હતો.

આ પહેલા, બેંગ્‍લોરએ સ્‍ટાર બેટ્‍સમેન વિરાટ કોહલી (૭૦ રન) અને દેવદત્ત પડિકલ (૫૦ રન)ની અડધી સદી અને બંને વચ્‍ચે બીજી વિકેટ માટે ૫૧ બોલમાં ૯૫ રનની ભાગીદારીની મદદથી ૫ વિકેટે ૨૦૫ રન બનાવ્‍યા હતા. કોહલીએ ૪૨ બોલની ઈનિંગમાં આઠ ચોગ્‍ગા અને બે છગ્‍ગા ફટકાર્યા હતા, જ્‍યારે પડિકલે ૨૭ બોલમાં ચાર ચોગ્‍ગા અને ત્રણ છગ્‍ગા ફટકાર્યા હતા. કોહલીએ ફિલ સોલ્‍ટ (૨૬) સાથે ૪૦ બોલમાં ૬૧ રનની શરૂઆતી ભાગીદારી પણ કરી હતી. ટિમ ડેવિડે અંતે ૨૩ રન અને જીતેશ શર્માએ અણનમ ૧૯ રન બનાવી ટીમને ૨૦૦ રન સુધી પહોંચાડી દીધી હતી.

આમ જીત સાથે વધુ બે પોઈન્‍ટ્‍સ મળતા બેંગ્‍લોરની ટીમ પોઈન્‍ટ્‍સ ટેબલમાં ત્રીજા સ્‍થાને પહોંચી ગઈ છે. વિરાટ કોહલીની રોયલ ચેલેન્‍જર્સ બેંગ્‍લુરુનો પ્‍લેઓફમાં પહોંચવાનો રસ્‍તો વધારે મોકળો બન્‍યો છે. બાકી બે નંબર-૧ અને ૨ પર જે ટીમો છે તેમણે ૮ મેચમાં ૧૨ પોઈન્‍ટ્‍સ મેળવ્‍યા છે જેમાં ગુજરાત અને દિલ્‍હી છે. આમ આ બે ટીમ પાસે સૌથી વધુ તક છે. પરંતુ આરસીબી પાસે પણ સારી એવી તક છે.  (૩પ.ર૧)

(3:44 PM IST)