<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

ઓસ્ટ્રેલિયા પ્રવાસ અમારા માટે મેચનો અનુભવ મેળવવાની એક શ્રેષ્ઠ તક છે: સલીમા ટેટે

નવી દિલ્હી: એક મહિનાના સિનિયર નેશનલ ટ્રેનિંગ કેમ્પ પછી, ભારતીય મહિલા હોકી ટીમ 26 એપ્રિલથી 4 મે દરમિયાન ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર પાંચ મેચ રમશે. આ પ્રવાસ 26 અને 27 એપ્રિલે ઓસ્ટ્રેલિયા 'A' ટીમ સામે બે મેચોથી શરૂ થશે. આ પછી ૧, ૩ અને ૪ મેના રોજ પર્થ હોકી સ્ટેડિયમ ખાતે વિશ્વની પાંચમી ક્રમાંકિત ઓસ્ટ્રેલિયન સિનિયર મહિલા ટીમ સામે ત્રણ મેચ રમાશે.ભારતીય ટીમે તાજેતરમાં ઘરઆંગણે FIH હોકી પ્રો લીગ (મહિલા) માં ભાગ લીધો હતો, જ્યાં તેમણે બે જીત અને એક શૂટઆઉટ વિજય નોંધાવ્યો હતો. વિશ્વની નંબર વન ટીમ નેધરલેન્ડ્સ સામે 2-2 થી ડ્રો થયા બાદ શૂટઆઉટમાં બોનસ પોઈન્ટ મેળવીને ટીમે ટુર્નામેન્ટનો શાનદાર અંત કર્યો.આ પ્રવાસ માટે હોકી ઇન્ડિયાએ 26 ખેલાડીઓની ટીમની જાહેરાત કરી છે. સલીમા ટેટે ટીમની કેપ્ટન રહેશે અને નવનીત કૌર ઉપ-કેપ્ટન તરીકે તેમને ટેકો આપશે. ફેબ્રુઆરીમાં પ્રો લીગમાં ત્રણ ગોલ કરનાર યુવા ડ્રેગ-ફ્લિકર દીપિકા પોતાનું સારું ફોર્મ ચાલુ રાખવા માંગે છે. તાજેતરમાં ૩૦૦ આંતરરાષ્ટ્રીય મેચ પૂર્ણ કરનાર અનુભવી ગોલકીપર સવિતા આ પ્રવાસમાં પણ ટીમના સંરક્ષણનું નેતૃત્વ કરશે.આ ટીમમાં પાંચ નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે - જ્યોતિ સિંહ, સુજાતા કુજુર, અજમીના કુજુર, પૂજા યાદવ અને મહિમા ટેટે, જેઓ આ પ્રવાસમાં પહેલીવાર સિનિયર ટીમ માટે રમી શકે છે. આ પ્રવાસ આ યુવાનો માટે આંતરરાષ્ટ્રીય અનુભવ મેળવવા અને ઉચ્ચ સ્તરીય હોકીના દબાણને સમજવાની સારી તક છે.

 

(5:49 PM IST)