<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

ઈડન ગાર્ડનમાં ભારે પવન સાથે વરસાદ પડતા મેચ રોકાઈ: જો આજે રમી ના શકાય તો પછી કેવી રીતે પરિણામ નક્કી થશે ?: જાણો નિયમ

તોફાની પવન સાથે વરસાદના છાંટા પડવા લાગતા મેચ રોકવાની ફરજ પડી : સમગ્ર મેદાનને કવર કરી દેવામાં આવ્યું

કોલકાતા : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 (IPL 2025) માટે આજે 44મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. જો કે વંટોળ સાથે વરસાદ શરૂ થઈ જતાં બીજી ઈનિંગ્સની માત્ર 1 ઑવર પર ફેંકાઈ શકી છે. જે બાદ હાલ પુરતી મેચ રોકી દેવામાં આવી છે.

આજે કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાઈ રહેલી મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ એય્યરે ટૉસ જીતીને બેટિંગ પસંદ રી હતી. જે બાદ પહેલા બેટિંગ કરવા ઉતરેલી પંજાબની ટીમે 20 ઑવરમાં 201 રન બનાવી તોતિંગ સ્કોર ખડકી દીધો હતો.

202 રનના વિજયી લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે 1 ઑવરમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 7 રન બનાવ્યા હતા. જે બાદ તોફાની પવન સાથે વરસાદના છાંટા પડવા લાગતા મેચ રોકવાની ફરજ પડી હતી. હાલ તો સમગ્ર મેદાનને કવર કરી દેવામાં આવ્યું છે. હજુ પણ KKRને જીતવા માટે 195 રનની જરૂ છે.

એવામાં ફેનના મનમાં એક પ્રશ્ન અચૂક થાય કે, જો વરસાદના કારણે મેચ રદ્દ કરી દેવામાં આવે, તો કંઈ ટીમને વિજેતા જાહેર કરવામાં આવે? હકીકતમાં IPLના નિયમ મુજબ, જો વરસાદના કારણે આ મેચ ના રમાય, તો બન્ને ટીમોને 1-1 અંક આપી દેવામાં આવશે. રાતે 10:42 કલાક સુધી રાહ જોવામાં આવશે, જો ત્યાં સુધીમાં વરસાદ રોકાઈ જશે, તો ઑવર કાપવામાં નહીં આવે. જે બાદ મેચ શરૂ થશે, તો એમ્પાયર ઑવર કાપી નાંખશે. મેચના પરિણામ માટે બન્ને ટીમોએ 5-5 ઑવર રમવી જરૂરી છે.

(11:04 PM IST)