તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 27th April 2025
IPL: વરસાદને કારણે મેચ ધોવાઈ ગઈ, છતાં આ વિસ્ફોટક ઈનિંગ માટે યાદ રહેશે
વરસાદના કારણે રદ્દ થયેલી આ મેચમાં KKRની ટીમ માત્ર એક ઓવર સુધી જ બેટિંગ કરી શકી હતીઃ એક પોઈન્ટ મેળવીને પંજાબ મુંબઈને પછાડીને પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગયું છે જ્યારે કોલકાતા સાતમા સ્થાને

મુંબઇઃ ગઈકાલે રાત્રે ધીમી ઈડન ગાર્ડન્સ પિચ પર 201 રન બનાવવા છતાં, પંજાબ કિંગ્સે માત્ર એક પોઈન્ટ પર જ સમાધાન કરવું પડ્યું હતું.
વરસાદના કારણે રદ્દ થયેલી આ મેચમાં KKRની ટીમ માત્ર એક ઓવર સુધી જ બેટિંગ કરી શકી હતી.
એક પોઈન્ટ મેળવીને પંજાબ મુંબઈને પછાડીને પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગયું છે જ્યારે કોલકાતા સાતમા સ્થાને પહોંચી ગયું છે.
મેચમાં શાનદાર બેટિંગ કરનાર પ્રભસિમરન સિંહે એક અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો. આ દરમિયાન પ્રિયાંશ આર્યએ ફરી એકવાર પોતાની બેટિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું.
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
