<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

મુંબઇ લખનૌને ભરી પીવા તૈયારઃ હારનો બદલો લેશે

એલએસજી છેલ્‍લી ત્રણમાંથી બે મેચ હાર્યુઃ વાપસી માટે કમરકસી

મુંબઇઃ આઇપીએલની 45મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાશે. આ મેચ રવિવાર, 27 એપ્રિલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે. આ સિઝનમાં બંને ટીમો બીજી વખત એકબીજા સામે ટકરાશે. અગાઉ જ્યારે બંને ટીમો એકબીજા સામે ટકરાઈ હતી, ત્યારે LSG એ MIને પોતાના હોમ ગ્રાઉન્ડ પર 12 રનથી હરાવ્યું હતું. તે મેચમાં પ્રથમ બેટિંગ કરતા, LSG એ 20 ઓવરમાં 203 રન બનાવ્યા હતા. તેના જવાબમાં, MIએ સારું પ્રદર્શન કર્યું પણ માત્ર ટીમ 191 રન જ બનાવી શકી. જોકે LSG છેલ્લી વખત જીત્યું હતું, પરંતુ આ વખતે તેના તાજેતરના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને તેને મેચમાં નબળી ટીમ માનવામાં આવે છે.

LSG એ તેની છેલ્લી ત્રણ મેચમાંથી બે હારી છે અને હવે તે વાપસી કરવા માંગશે. જ્યારે MI શાનદાર ફોર્મમાં છે. તેણે સતત ચાર મેચ જીતી છે અને હવે તે પાંચમી જીતની શોધમાં છે. આ વખતે MI પહેલીવાર LSGને પોતાના હોમ ગ્રાઉન્ડ પર હરાવવાનો પ્રયાસ કરશે. 

અત્યાર સુધીમાં મુંબઈ ઈન્ડિયન્સ  અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે 7 મેચ રમાઈ છે. આમાંથી, LSG એ 6 મેચ જીતી છે, જ્યારે MI એ ફક્ત એક જ મેચ જીતી છે. ખાસ વાત એ છે કે MI એ 2022 પછી ક્યારેય LSGને હરાવ્યું નથી. LSG એ છેલ્લા સતત ચાર મેચોમાં MI ને હરાવ્યું છે, જેમાં આ સિઝનની શરૂઆતમાં રમાયેલી મેચનો પણ સમાવેશ થાય છે.

(2:14 PM IST)