તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 27th April 2025
વિરાટ કોહલીની બેગમાં હનુમાનજીની મુર્તિઃ તસવીર થઈ રહી છે વાયરલ
આઇપીએલની આ સીઝનમાં કોહલી રન મશીન બન્યોઃ સૌથી વધુ રન બનાવવામાં બીજા ક્રમેઃ આરસીબી પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને

મુંબઇઃ આઇપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB)ની ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. હાલમાં, RCBની ટીમ 9 મેચમાંથી 6 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. આજે બેંગ્લુરુની ટીમનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સાથે થવાનો છે. તે પહેલા RCBના સુપરસ્ટાર વિરાટ કોહલી ની એક તસવીર ઘણી વાયરલ થઈ રહી છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં વિરાટ ગુલાબી રંગની ટી-શર્ટ પહેરેલો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તેને બ્લેક બેગ કેરી કર્યો છે. તેના બેગમાં ભગવાન હનુમાનજીની મૂર્તિ લટકતી જોવા મળી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિરાટ ઘણીવાર આ મૂર્તિ સાથે મુસાફરી કરતો જોવા મળ્યો છે.
(2:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
