તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 27th April 2025
સુર્યકુમારની ફરી તોફાની ઇનિંગ :IPLમાં રેકોર્ડ સર્જ્યો : ડી વિલિયર્સ અને ક્રિસ ગેલ પછી સૂર્યાએ સિદ્ધિ મેળવી
સૂર્યકુમાર યાદવે હવે ઓરેન્જ કેપ એટલે કે IPLમાં સૌથી વધુ રન બનાવવાના સંદર્ભમાં લીડ મેળવી લીધી. તેણે સાઈ સુદર્શનને પાછળ છોડી દીધો

મુંબઈ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) માં મુંબઈ ઇન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો થયો હતો. આ મેચમાં ફરી એકવાર સૂર્યકુમાર યાદવએ તોફાની ઇનિંગ રમી રેકોર્ડ બનાવ્યો છે, સુર્યકુમારે 28 બોલમાં 54 રનની તોફાની ઇનિંગ રમી હતી તેણે 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા,મેચમાં સૂર્યકુમાર યાદવે IPL માં પોતાના 4 હજાર રન પણ પૂરા કર્યા છે.
સૂર્યકુમાર યાદવે IPL માં 4 હજાર રન પૂરા કર્યા છે. એબી ડી વિલિયર્સ અને ક્રિસ ગેલ પછી સૂર્યાએ સૌથી ઓછા બોલમાં આ સિદ્ધિ મેળવી છે. ગેલે 4 હજાર રન પૂરા કરવા માટે 2653 બોલનો સામનો કર્યો હતો, જ્યારે ડી વિલિયર્સે 2658 બોલનો સામનો કર્યો હતો. તે જ સમયે સૂર્યાએ આ કરવા માટે 2705 બોલનો સામનો કર્યો છે.
2023 થી વાનખેડે ખાતે સૂર્યકુમાર યાદવે શાનદાર પ્રદર્શન કર્યું છે. સૂર્યાએ 18 ઇનિંગ્સમાં 780 રન બનાવ્યા છે. જેમાં બે સદી અને 7 અડધી સદીનો સમાવેશ થાય છે. તેનો સર્વોચ્ચ સ્કોર 103 અણનમ છે.
સૂર્યકુમાર યાદવે હવે ઓરેન્જ કેપ એટલે કે IPLમાં સૌથી વધુ રન બનાવવાના સંદર્ભમાં લીડ મેળવી લીધી છે. તેણે સાઈ સુદર્શનને પાછળ છોડી દીધો છે. સૂર્યાએ અત્યાર સુધી 10 મેચમાં 427 રન બનાવ્યા છે, જ્યારે સાઈએ 8 ઇનિંગ્સમાં 417 રન બનાવ્યા છે. તે જ સમયે વિરાટ કોહલી ત્રીજા નંબરે છે જેણે 9 મેચમાં 392 રન બનાવ્યા છે. તે જ સમયે નિકોલસ પૂરણના 377 રન છે.
(9:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
