તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th April 2025
પ્લે-ઓફમાં પહોંચવા માટે તમામ ટીમોના પૂરજોશમાં પ્રયત્ન : દરેક મેચ ખુબ જ મહત્વના :જાણો કઈ ટીમની કેવી છે સ્થિતિ ?
પાંચ વારની વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સ અને એક વારની વિજેતા રાજસ્થાન રોયલ્સની સ્થિતિ સૌથી નબળી

મુંબઈ : ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની ઘણી મેચો રમાઈ ચૂકી છે. હવે બધી જ ટીમો પ્લે-ઓફમાં પહોંચવા માટે ઝઝૂમી રહી છે. દરેક ટીમ માટે હવે આગળનો માર્ગ ખૂબ જ મુશ્કેલ છે અને દરેક મેચ અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે. આ સીઝનમાં પાંચ વારની વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સ અને એક વારની વિજેતા રાજસ્થાન રોયલ્સની સ્થિતિ સૌથી નબળી છે.
આ બંને ટીમો માટે હવે પ્લે-ઓફમાં પહોંચવા માટે કોઈ ચમત્કારની જ જરૂર છે. બંને ટીમો 9 મેચોમાં માત્ર બે જ જીત મેળવી શકી છે. હવે જાણો અન્ય ટીમોની સ્થિતિ
આ સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ખુબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે. રજત પાટીદારના નેતૃત્વમાં ટીમે 10માંથી 7 મેચ જીતી છે. તે 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલના ટોચ પર છે. બેંગલુરુએ હજુ ચાર મેચ રમવાની છે અને એમાંથી માત્ર એક મેચ પણ જીતી લે તો પ્લે-ઓફ માટે ક્વોલિફાય થઈ જશે. પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે લખનૌ સુપર જાયન્ટ્સ છે, જે 6 મેચ જીતીને 12 પોઈન્ટ મેળવી ચૂકી છે. હવે તેને પ્લે-ઓફમાં પહોંચવા માટે માત્ર બે મેચ જીતવી જરૂરી છે.
મુંબઇ ઇન્ડિયન્સે 10માંથી 6 મેચ જીતીને 12 પોઈન્ટ મેળવ્યા છે. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળ ટીમે પ્લે-ઓફમાં સ્થાન માટે હવે બાકી રહેલી 4માંથી ઓછામાં ઓછી 2 મેચ જીતવી જ પડશે. દિલ્હીની કેપિટલ્સ ટીમે 9માંથી 6 મેચ જીતી છે અને તેની પાસે પણ 12 પોઈન્ટ છે. હવે દિલ્હીને પ્લે-ઓફમાં પહોંચી શકે તે માટે 2 જીત જરૂરી છે. દિલ્હીના હજી 5 મેચ બાકી છે
ટોપની ચાર ટીમો સિવાય બાકી ટીમો માટે હાલત ઘણી ખરાબ છે. હવે દરેક મેચ તેમના માટે કરવું કે મરવું જેવી છે. પંજાબ કિંગ્સને પ્લે-ઓફમાં પહોંચવા માટે બાકી રહેલી 5માંથી ઓછામાં ઓછી 3 મેચ જીતવી જરૂરી છે. લખનૌ સુપર જાયન્ટ્સને 4માંથી 3 જીતવી પડશે. કોલકાતા નાઇટરાઇડર્સ માટે તો હવે બધી બાકી રહેલી મેચ જીતવી અનિવાર્ય બની ગઈ છે. એટલે કે, KKR ને પોતાની બધી 5 મેચ જીતવી ફરજિયાત છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ માટે હાલત 'કરવું કે મરવું' જેવી છે. SRH ને હવે 5 મેચ રમવાની છે અને તેમાં એકપણ મેચ હારી જાય તો તે સીઝનમાંથી બહાર થઈ જશે. એટલે કે, SRH ને તમામ પાંચ મેચ જીતવી જ પડશે. રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લે-ઓફમાં પહોંચવાની શક્યતાઓ હવે લગભગ શૂન્ય છે.
બંને ટીમો માટે 5-5 મેચ બાકી છે. જો તેઓ બધી મેચ જીતી પણ લે તો પણ તેઓ 16 પોઈન્ટ સુધી પહોંચી નહીં શકે. તેથી હવે કોઈ ચમત્કાર જ તેમને પ્લે-ઓફ સુધી લઈ જઈ શકે છે.
(11:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
