તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
હું કોઇ બોલરથી ડરતો નથી, મેદાનમાં બોલને જાઉ છું ખેલાડીને નહી, આઇપીએલમાં સદી ફટકારવી મારૂ સપનું હતું
૧૪ વર્ષના વૈભવ રઘુવંશીએ ગાભા છોતરા કાઢી નાખ્યા, ૩૫ બોલમાં સદી ફટકારી : વૈભવે સદી ફટકારી ત્યારે કોચ રાહુલ દ્રવિડે પણ તેને સ્ટેન્ડીંગ ઓવેશન આપ્યું હતું

નવી દિલ્હીઃ વૈભવ સૂર્યવંશીએ ગુજરાત ટાઇટન્સ સામે રમેલી ઇનિંગ્સથી પોતાનું નામ અમર બનાવી દીધું હતું. તેની આ ઈનિંગને હવે કોઈ ભૂલી શકે તેમ નથી. આ ઇનિંગમાં તેણે માત્ર રન જ નહીં બનાવ્યા પણ રેકોર્ડ પણ બનાવ્યો. તેની ઈનિંગની મદદથી ૧૪ વર્ષના આ ખેલાડીએ રાજસ્થાન રોયલ્સને આઠ વિકેટથી જીત અપાવી હતી. વૈભવે કહ્યું કે તે કોઈ બોલરથી ડરતો નથી.
પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૨૦૯ રન બનાવ્યા હતા. રાજસ્થાને આ લક્ષ્યાંક ૧૫.૫ ઓવરમાં બે વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. વૈભવે ૩૮ બોલમાં સાત ચોગ્ગા અને ૧૧ છગ્ગાની મદદથી ૧૦૧ રન બનાવ્યા હતા. તેના સિવાય યશસ્વી જયસ્વાલે ૪૦ બોલમાં ૭૦ રનની અણનમ ઇનિંગ રમી હતી જેમાં તેણે નવ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.
આ ઇનિંગ માટે વૈભવને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. જ્યારે મુરલી કાર્તિકે ટ્રોફી લેવા આવેલા વૈભવને પૂછયું કે શું તે ડરતો નથી, તો તેણે કહ્યું કે તે કોઈથી ડરતો નથી કારણ કે તે બોલને નહીં પણ બોલરને જોતો હતો. વૈભવે કહ્યું, તે ખૂબ જ સારી લાગણી છે. તે મારી પ્રથમ આઈપીએલ સદી હતી તેથી હું સારું અનુભવી રહ્યો છું. હું લાંબા સમયથી સખત મહેનત કરી રહ્યો હતો અને તે મહેનતનું ફળ મળ્યું. હું મેદાન પર બોલને જોઉં છું અને ખેલાડીને નહીં. હું મેદાન પર વધુ વિચારતો નથી. આઈપીએલમાં ૧૦૦ રન બનાવવાનું મારું સપનું હતું, તેથી મેં તે પૂર્ણ કર્યું. હું કંઈપણથી ડરતો નથી. હું માત્ર બોલ પર વધુ ધ્યાન નથી આપતો.ૅ
વૈભવ જે રીતે ઈનિંગ્સ રમ્યો તેનાથી સાબિત થઈ ગયું છે કે તેની ઉંમર ભલે બાળક જેટલી હોય પણ તેની રમત પુખ્ત વયની છે. વૈભવે તેની ઇનિંગ દરમિયાન પરિપક્વતા દેખાડી હતી. સદી ફટકાર્યા બાદ વૈભવે આસાનીથી ઉજવણી કરી હતી. આખી ઇનિંગ દરમિયાન તેના ચહેરા પર ધીરજ દેખાતી હતી. આટલા મોટા મંચ પર સદી ફટકાર્યા બાદ સામાન્ય રીતે ૧૪ વર્ષની વયના વ્યક્તિમાં જોવા મળે છે તેવી આક્રમકતા નહીં પણ તેના વર્તનમાં શાંતિ હતી.(૩૮.૧૧)
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
