<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

રાજસ્‍થાન અને ચેન્‍નાઈ પ્‍લે ઓફમાંથી લગભગ બહારઃ હૈદરાબાદ માટે કરો યા મરો જેવી સ્‍થિતીઃ કોલકત્તા કમટે પણ કપરા ચઢાણ

બેંગ્‍લુરૂ, ગુજરાત, મુંબઈ અને દિલ્‍હીની ટીમો ટોપ-૪માં: લખનઉ અને પંજાબની પણ કસોટી

મુંબઈઃ ઇન્‍ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૫ની ઘણી મેચો રમાઈ ચૂકી છે. હવે બધી જ ટીમો પ્‍લે-ઓફમાં પહોંચવા માટે ઝઝૂમી રહી છે. દરેક ટીમ માટે હવે આગળનો માર્ગ ખૂબ જ મુશ્‍કેલ છે અને દરેક મેચ અત્‍યંત મહત્‍વપૂર્ણ બની ગઈ છે. આ સીઝનમાં પાંચ વારની વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્‍સ અને એક વારની વિજેતા રાજસ્‍થાન રોયલ્‍સની સ્‍થિતિ સૌથી નબળી છે.

આ બંને ટીમો માટે હવે પ્‍લે-ઓફમાં પહોંચવા માટે કોઈ ચમત્‍કારની જ જરૂર છે. બંને ટીમો ૯ મેચોમાં માત્ર બે જ જીત મેળવી શકી છે. હવે જાણો અન્‍ય ટીમોની સ્‍થિતિ

આ સીઝનમાં રોયલ ચેલેન્‍જર્સ બેંગલોરે ખુબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે. રજત પાટીદારના નેતળત્‍વમાં ટીમે ૧૦માંથી ૭ મેચ જીતી છે. તે ૧૪ પોઈન્‍ટ સાથે પોઈન્‍ટ ટેબલના ટોચ પર છે. બેંગલુરુએ હજુ ચાર મેચ રમવાની છે અને એમાંથી માત્ર એક મેચ પણ જીતી લે તો પ્‍લે-ઓફ માટે ક્‍વોલિફાય થઈ જશે. પોઈન્‍ટ ટેબલમાં બીજા નંબરે લખનૌ સુપર જાયન્‍ટ્‍સ છે, જે ૬ મેચ જીતીને ૧૨ પોઈન્‍ટ મેળવી ચૂકી છે. હવે તેને પ્‍લે-ઓફમાં પહોંચવા માટે માત્ર બે મેચ જીતવી જરૂરી છે.

મુંબઇ ઇન્‍ડિયન્‍સે ૧૦માંથી ૬ મેચ જીતીને ૧૨ પોઈન્‍ટ મેળવ્‍યા છે. હાર્દિક પંડ્‍યાની આગેવાની હેઠળ ટીમે પ્‍લે-ઓફમાં સ્‍થાન માટે હવે બાકી રહેલી ૪માંથી ઓછામાં ઓછી ૨ મેચ જીતવી જ પડશે. દિલ્‍હીની કેપિટલ્‍સ ટીમે ૯માંથી ૬ મેચ જીતી છે અને તેની પાસે પણ ૧૨ પોઈન્‍ટ છે. હવે દિલ્‍હીને પ્‍લે-ઓફમાં પહોંચી શકે તે માટે ૨ જીત જરૂરી છે. દિલ્‍હીના હજી ૫ મેચ બાકી છે

ટોપની ચાર ટીમો સિવાય બાકી ટીમો માટે હાલત ઘણી ખરાબ છે. હવે દરેક મેચ તેમના માટે કરવું કે મરવું જેવી છે. પંજાબ કિંગ્‍સને પ્‍લે-ઓફમાં પહોંચવા માટે બાકી રહેલી ૫માંથી ઓછામાં ઓછી ૩ મેચ જીતવી જરૂરી છે. લખનૌ સુપર જાયન્‍ટ્‍સને ૪માંથી ૩ જીતવી પડશે. કોલકાતા નાઇટરાઇડર્સ માટે તો હવે બધી બાકી રહેલી મેચ જીતવી અનિવાર્ય બની ગઈ છે. એટલે કે, ધ્‍ધ્‍ય્‍ ને પોતાની બધી ૫ મેચ જીતવી ફરજિયાત છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ માટે હાલત કરવું કે મરવું જેવી છે. લ્‍ય્‍ણ્‍ ને હવે ૫ મેચ રમવાની છે અને તેમાં એકપણ મેચ હારી જાય તો તે સીઝનમાંથી બહાર થઈ જશે. એટલે કે, SRH ને તમામ પાંચ મેચ જીતવી જ પડશે. રાજસ્‍થાન રોયલ્‍સ અને ચેન્નાઈ સુપર કિંગ્‍સની પ્‍લે-ઓફમાં પહોંચવાની શકયતાઓ હવે લગભગ શૂન્‍ય છે.

બંને ટીમો માટે ૫-૫ મેચ બાકી છે. જો તેઓ બધી મેચ જીતી પણ લે તો પણ તેઓ ૧૬ પોઈન્‍ટ સુધી પહોંચી નહીં શકે. તેથી હવે કોઈ ચમત્‍કાર જ તેમને પ્‍લે-ઓફ સુધી લઈ જઈ શકે છે.(૪૦.૨૪)

(1:09 PM IST)