News of Sunday, 4th May 2025
આઈપીએલ રસપ્રદ તબક્કામાં: RCB પોઈન્ટ ટેબલમાં અગ્ર સ્થાને: 16 પોઈન્ટ સાથે પ્રથમ
ચેન્નાઈ સુપર કિંગ્સ 11માંથી ફક્ત 2 જીત સાથે 4 પોઈન્ટ્સ જ મેળવી શકી છે. ટીમનું પર્ફોર્મન્સ નબળું રહ્યું છે અને -1.117ના નેટ રન રેટ સાથે તેઓ દસમા સ્થાને છે

મુંબઈ: : આઈપીએલ 2025માં ગઈકાલે 3 મે ના શનીવારે બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલ આ રોમાંચક મેચમાં બેંગલુરુની ટીમે ચેન્નાઈની ટીમને 2 રનથી પરાજય આપ્યો હતો.
આ મેચમાં જીત મળતાં જ RCBની ટીમ પોઈન્ટ ટેબલમાં 16 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે ચેન્નાઈની ટીમને આ સિઝનમાં 9મી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
52મી મેચ પછી પોઈન્ટ ટેબલની સ્થિતિમાં 1 નંબર પર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ 11માંથી 8 જીત સાથે 16 પોઈન્ટ્સ અને +0.482ના નેટ રન રેટ સાથે પ્રથમ સ્થાને છે.
2. મુંબઈ ઈન્ડિયન્સે 11માંથી 7 મેચ જીતી છે અને તેમનો નેટ રન રેટ +1.274 છે, તેઓ બીજા સ્થાને છે.
3. ગુજરાત ટાઇટન્સ સતત મજબૂત પ્રદર્શન કરી રહી છે. 10માંથી 7 જીત અને +0.867ના નેટ રન રેટ સાથે ટીમ ત્રીજા સ્થાને છે.
4. ચોથા સ્થાને પંજાબ કિંગ્સ છે, તેમના 10 મેચોમાંથી 6 જીત અને 1 મેચમાં કોઈ પરિણામ ન આવ્યું હોવાથી 13 પોઈન્ટ્સ છે, તેમનો નેટ રન રેટ +0.199 છે.
5. પાંચમા સ્થાને દિલ્હી કેપિટલ્સ છે, તેમને 10 મેચોમાંથી 6 જીત સાથે 12 પોઈન્ટ્સ મેળવ્યા છે, તેમનો નેટ રન રેટ +0.362 છે.
6. છઠ્ઠા સ્થાને લખનૌ સુપર જાયન્ટ્સ છે, જેણે 10 મેચોમાંથી 5 જીત સાથે 10 પોઈન્ટ્સ મેળવ્યા છે, તેમનો નેટ રન રેટ -0.325 છે.
7. કોલકાતા નાઈટ રાઈડર્સની 10 મેચમાંથી 4 જીત અને 1 મેચમાં કોઈ પરિણામ ન આવ્યું હોવાથી 9 પોઈન્ટ્સ છે. તેમનો નેટ રન રેટ +0.271 છે અને તેઓ પોઈન્ટ્સ ટેબલમાં સાતમા ક્રમે છે.
8. રાજસ્થાન રોયલ્સે 11માંથી માત્ર 3 મેચ જીતી છે. ટીમ પાસે માત્ર 6 પોઈન્ટ્સ છે અને -0.780નો નેટ રન રેટ છે. તેઓ પોઈન્ટ્સ ટેબલમાં આઠમા ક્રમે છે.
9. સનરાઈઝર્સ હૈદરાબાદ પણ 10માંથી માત્ર 3 મેચ જીતી શકી છે. તેમનો નેટ રન રેટ -1.192 છે અને પોઈન્ટ્સની સંખ્યા 6 છે, જેના કારણે તેઓ નવમા સ્થાને છે.
10. ચેન્નાઈ સુપર કિંગ્સ 11માંથી ફક્ત 2 જીત સાથે 4 પોઈન્ટ્સ જ મેળવી શકી છે. ટીમનું પર્ફોર્મન્સ નબળું રહ્યું છે અને -1.117ના નેટ રન રેટ સાથે તેઓ દસમા સ્થાને છે.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
