News of Monday, 5th May 2025
વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર અભિનેત્રી અવનીત કૌર ની એક તસવીર લાઈક કરતાં ઇન્ટરનેટ પર ખળભળાટ મચી ગયો : વિરાટ કોહલીની એક લાઈકે અવનીત કૌરને મોટો ફાયદો કરાવી દીધો
આ મામલો વધી જતાં વિરાટ કોહલીએ તેના ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને કહ્યું કે, આ 'લાઇક' ઇન્સ્ટાગ્રામના ઓટો-સજેશન અલ્ગોરિધમને કારણે થઈ છે અને આમાં તેમનો કોઈ વ્યક્તિગત ઇરાદો નથી. તેણે આ વાતને આગળ ન વધારવા અને તેને સમાપ્ત કરવાની અપીલ કરી

નવી દિલ્હી તા.૫ : સોશિયલ મીડિયા પર મોટી સેલિબ્રિટી દ્વારા કોઈ પોસ્ટ લાઈક થઈ જવા પર કેટલો હંગામો થઈ શકે છે, તે હાલમાં જ વિરાટ કોહલી સાથે જોવા મળ્યું છે. હાલમાં જ વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર અભિનેત્રી અવનીત કૌર ની એક તસવીર લાઈક કરતાં ઇન્ટરનેટ પર ખળભળાટ મચી ગયો હતો. તમામ જગ્યાએ આ સમાચાર ઝડપથી ફેલાઈ ગયા હતા. જે બાદ વિરાટે સ્પષ્ટતા કરી હતી. ત્યારે હવે જણાવી દઈએ કે, વિરાટ કોહલીની એક લાઈકે અવનીત કૌરને મોટો ફાયદો કરાવી દીધો છે.
વિરાટ કોહલીને કરવી પડી સ્પષ્ટતા
ઈન્સ્ટાગ્રામ પર અવનીત કૌરની એક તસવીર પર વિરાટ કોહલીની લાઈક જોવા મળતા ફેન્સ વચ્ચે ચર્ચા શરૂ થઈ હતી. જે બાદ સોશિયલ મીડિયા પર ઝડપથી મીમ્સ વાયરલ થવા લાગ્યા હતા. આ મામલો વધી જતાં વિરાટ કોહલીએ તેના ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને સ્પષ્ટતા કરી હતી. કોહલીએ કહ્યું કે, આ 'લાઇક' ઇન્સ્ટાગ્રામના ઓટો-સજેશન અલ્ગોરિધમને કારણે થઈછે અને આમાં તેમનો કોઈ વ્યક્તિગત ઇરાદો નથી. તેણે આ વાતને આગળ ન વધારવા અને તેને સમાપ્ત કરવાની અપીલ કરી હતી.
અવનીત કૌરને થયો મોટો ફાયદો
અવનીત કૌરને વિરાટ કોહલીની એક લાઈકનો મોટો ફાયદો થઈ ગયો છે. રિપોર્ટ્સ અનુસાર, વિરાટ કોહલીની લાઈક પહેલા અવનીતના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 30 મિલિયન ફોલોઅર્સ હતા, હવે તેના ફોલોઅર્સ 31.8 મિલિયન સુધી પહોંચી ગયા છે. એટલે કે, તેના ફોલોઅર્સ લગભગ 2 મિલિયન એટલે 20 લાખ વધી ગયા છે.
(4:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
