તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th May 2025
એક ચાહકે કહ્યું, જો બેંગ્લોરની ટીમ ચેમ્પિયન નહિ બને તો તેની પત્નીને છુટાછેડા આપી દેશે
સોશીયલ મીડિયામાં વિડીયો વાયરલ

નવી દિલ્હીઃ બેંગ્લોરના શાનદાર પ્રદર્શન વચ્ચે, આ ફ્રેન્ચાઈઝીના એક ફેને કંઈક એવું કહ્યું જે વાયરલ થઈ રહ્યું છે. એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક પુરુષ તેની પત્ની સાથે આરસીબીની જર્સી પહેરીને ઉભો છે. જ્યારે તેને પૂછવામાં આવે કે શું તમે આરસીબીના ફેન છો? તમે લોકોને શું કહેવાનો પ્રયાસ કરી રહ્યા હતા? તો તે વ્યક્તિ કહે છે, હા, હું આરસીબીનો ફેન છું. અને જો આરસીબી આ વખતે ખિતાબ નહીં જીતે, તો હું મારી પત્નીને છૂટાછેડા આપીશ.
પરંતુ એવું લાગે છે કે આ વીડિયો વાયરલ કરવાના એકમાત્ર હેતુથી બનાવવામાં આવ્યો છે. પરંતુ ફેન્સે સોશિયલ મીડિયા પર આ વ્યક્તિની ખૂબ મજાક ઉડાવી. એક યુઝરે લખ્યું છે કે ઁકાકા, હમણાં જ કોઈ વકીલ શોધો કારણ કે આરસીબી ટ્રોફી જીતવાનું નથી.
બીજા એક યુઝરે લખ્યું છે કે હવે તેને ભરણપોષણ આપવું પડશે. અન્ય એક યુઝરે લખ્યું છે કે તો પછી છોકરાઓ રડશે કે છોકરીઓ છેતરપિંડી કરે છે. આ સિવાય અન્ય એક ફેને કહ્યું છે કે પત્ની પોતે જ ઈચ્છતી હશે કે આરસીબી ટાઈટલ ન જીતે.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
