તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th May 2025
આઈપીએલ 2025માં ગુજરાતની ટીમે મુંબઈની ટીમને DLS મેથડ પ્રમાણે 3 વિકેટથી માત આપતા જ ગુજરાત ટાઈટન્સ પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી ગઈ
ગુજરાત ટાઇટન્સે 11માંથી 8 મેચ જીતીને 16 પોઈન્ટ્સ મેળવ્યા : રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ 11માંથી 8 મેચ જીતીને 16 પોઈન્ટ્સ સાથે બીજા સ્થાને

નવી દિલ્હી તા.૭ : આઈપીએલ 2025માં 06 મેના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાઈ હતી. વરસાદથી પ્રભાવિત આ મેચમાં ગુજરાતની ટીમે મુંબઈની ટીમને DLS મેથડ પ્રમાણે 3 વિકેટથી માત આપી હતી. આ સાથે જ ગુજરાત ટાઈટન્સ પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ચોથા સ્થાને છે. ત્યારે જાણો, આઈપીએલ 2025ની 56મી મેચ પછી પોઈન્ટ્સ ટેબલની સ્થિતિ શું છે અને કઈ ટીમ ક્યાં સ્થાન પર છે.
56મી મેચ પછી પોઈન્ટ ટેબલની સ્થિતિ શું છે?
ગુજરાત ટાઇટન્સે 11માંથી 8 મેચ જીતીને 16 પોઈન્ટ્સ મેળવ્યા છે. તેમનો નેટ રન રેટ +0.793 છે અને તેઓ ટેબલમાં ટોચના સ્થાને છે.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ 11માંથી 8 મેચ જીતીને 16 પોઈન્ટ્સ અને +0.482ના નેટ રન રેટ સાથે બીજા સ્થાને છે.
પંજાબ કિંગ્સે 11માંથી 7 મેચ જીતી છે. 1 મેચનું કોઈ પરિણામ ન આવતા તેઓ 15 પોઈન્ટ્સ અને +0.376ના નેટ રન રેટ સાથે ત્રીજા સ્થાને છે.
મુંબઈ ઈન્ડિયન્સે પણ 12માંથી 7 મેચ જીતીને 14 પોઈન્ટ્સ મેળવ્યા છે અને +1.156ના નેટ રન રેટ સાથે ચોથા સ્થાને છે.
દિલ્હી કેપિટલ્સે 11માંથી 6 મેચ જીતી છે. 1 મેચનું કોઈ પરિણામ ન આવતા તેઓ 13 પોઈન્ટ્સ અને +0.362ના નેટ રન રેટ સાથે પાંચમા સ્થાને છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ 11માંથી 5 જીત અને 1 મેચનું કોઈ પરિણામ ન આવતા 11 પોઈન્ટ્સ અને +0.249 નેટ રન રેટ સાથે છઠ્ઠા સ્થાને છે.
લખનૌ સુપર જાયન્ટ્સે પણ 11માંથી 5 મેચ જીતી છે અને 10 પોઈન્ટ્સ સાથે સાતમા ક્રમે છે. તેમનો નેટ રન રેટ -0.469 છે.
રાજસ્થાન રોયલ્સે 12માંથી માત્ર 3 મેચમાં જીત મેળવી છે. તેઓ 6 પોઈન્ટ્સ અને -0.718 નેટ રન રેટ સાથે આઠમા સ્થાને છે અને તેઓ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયા છે.
સનરાઈઝર્સ હૈદરાબાદે 11માંથી 3 મેચ જીતી છે અને 1 મેચનું કોઈ પરિણામ ન આવતા 7 પોઈન્ટ્સ સાથે નવમા ક્રમે છે. તેમનો નેટ રન રેટ -1.192 છે.
ચેન્નાઈ સુપર કિંગ્સે 11માંથી માત્ર 2 મેચમાં જીત મેળવી છે. તેઓ 4 પોઈન્ટ્સ અને -1.117 નેટ રન રેટ સાથે અંતિમ સ્થાને છે અને તેઓ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયા છે.
IPL 2025 Points Table
ક્રમ ટીમ મેચ જીત હાર ટાઈ કોઈ પરિણામ નહીં પોઈન્ટ્સ નેટ રન રેટ (NRR)
1 ગુજરાત ટાઇટન્સ 11 8 3 0 0 16 0.793
2 રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ 11 8 3 0 0 16 0.482
3 પંજાબ કિંગ્સ 11 7 3 0 1 15 0.376
4 મુંબઈ ઇન્ડિયન્સ 12 7 5 0 0 14 1.156
5 દિલ્હી કેપિટલ્સ 11 6 4 0 1 13 0.362
6 કોલકાતા નાઈટ રાઇડર્સ 11 5 5 0 1 11 0.249
7 લખનૌ સુપર જાયન્ટ્સ 11 5 6 0 0 10 -0.469
8 રાજસ્થાન રોયલ્સ (E) 12 3 9 0 0 6 -0.718
9 સનરાઇઝર્સ હૈદરાબાદ (E) 11 3 7 0 1 7 -1.192
10 ચેન્નાઈ સુપર કિંગ્સ (E) 11 2 9 0 0 4 -1.117
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
