તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th May 2025
IPL 2025: BCCI એ MI કેપ્ટન હાર્દિક પંડ્યા અને GT કોચ આશિષ નેહરાને દંડ ફટકાર્યો, જાણો કઈ ભૂલની સજા થઈ
આ સિઝનમાં સ્લો ઓવર-રેટનો આ તેની ટીમનો બીજો ગુનો હતો. પંડ્યાને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો: ગુજરાત ટાઇટન્સના મુખ્ય કોચ આશિષ નેહરાને રમતની ભાવના વિરુદ્ધ આચરણ બદલ મેચ ફીના 25 ટકા દંડ અને એક ડિમેરિટ પોઈન્ટ

મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા અને તેની ટીમને સ્લો ઓવર-રેટ માટે ભારે દંડ ફટકારવામાં આવ્યો હતો જ્યારે ગુજરાત ટાઇટન્સના મુખ્ય કોચ આશિષ નેહરાને દંડ અને રમતની ભાવના વિરુદ્ધ વર્તન માટે ડિમેરિટ પોઈન્ટ ફટકારવામાં આવ્યા હતા.
વરસાદથી પ્રભાવિત IPL મેચમાં ડકવર્થ લુઇસ સિસ્ટમના આધારે મુંબઈનો ગુજરાત સામે ત્રણ વિકેટથી પરાજય થયો હતો.
IPL એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "IPL આચારસંહિતા હેઠળ આ સિઝનમાં સ્લો ઓવર-રેટનો આ તેની ટીમનો બીજો ગુનો હતો. પંડ્યાને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે." મુંબઈ ટીમના બાકીના ખેલાડીઓ અને અવેજી ખેલાડીઓને 6 લાખ રૂપિયા અથવા તેમની મેચ ફીના 25 ટકા, જે ઓછું હોય તે દંડ ફટકારવામાં આવ્યો છે.
રિલીઝમાં નેહરાની ભૂલનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો પરંતુ વરસાદને કારણે વારંવાર રોકાતી મેચ દરમિયાન તે ગુસ્સે ભરાયો હતો. તે મેદાન પરના અમ્પાયરો સાથે પણ વારંવાર વાત કરી રહ્યો હતો.
IPL એ જણાવ્યું હતું કે, "ગુજરાત ટાઇટન્સના મુખ્ય કોચ આશિષ નેહરાને IPL આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ તેમની મેચ ફીના 25 ટકા દંડ અને એક ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો છે. તેમણે લેવલ 1 નો ગુનો કર્યો છે જે રમતની ભાવના વિરુદ્ધ આચરણ સાથે સંબંધિત છે. તેમણે સજા સ્વીકારી લીધી છે."
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
