<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

રોહિત શર્મા બાદ કોણ બનશે ટીમ ઇન્‍ડિયાનો ટેસ્‍ટ કેપ્‍ટન? ૪ ક્રિકેટર વચ્‍ચે કેપ્‍ટનશીપની રેસ

શુભમન ગિલ, શ્રેયસ ઐય્‍યર, ઋષભ પંત, જસપ્રીત બુમરાહ મુખ્‍ય દાવેદાર

નવી દિલ્‍હીઃ રોહિત શર્મા વિશે પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે, તે ટેસ્‍ટ સિરીઝ માટે ઇંગ્‍લેન્‍ડ નહીં જાય, ત્‍યાર બાદ સમાચાર સામે આવ્‍યાં કે, તે ટેસ્‍ટ ટીમનો કેપ્‍ટન નહીં રહે. પછી કહેવામાં આવ્‍યું કે, જો તે કેપ્‍ટન તરીકે નહીં જાય તો શું ઓપનર તરીકે ઇંગ્‍લેન્‍ડનો પ્રવાસ કરશે? આખરે રોહિતે આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. રોહિતે ટેસ્‍ટ ક્રિકેટમાંથી સન્‍યાસની જાહેરાત કરી છે.

ગત વર્ષે ટી૨૦ ઇન્‍ટરનેશનલ ક્રિકેટ છોડ્‍યા બાદ રોહિતે ટેસ્‍ટને પણ અલવિદા કહી દીધું છે. હિટમેન હવે વનડે ક્રિકેટ પર ફોકસ કરશે. રોહિત બાદ ટીમ ઇન્‍ડિયાની ટેસ્‍ટ કેપ્‍ટનશીપ માટે ૪ દાવેદાર છે. પરંતુ આ રેસમાં શુભમન ગિલ સૌથી આગળ ચાલી રહ્યો છે. ગિલ સિવાય રિષભ પંત, જસપ્રીત બુમરાહ અને શ્રેયસ અય્‍યર પણ કેપ્‍ટનના દાવેદારોમાં સામેલ છે.રોહિત શર્મા બાદ હવે ટીમ ઈન્‍ડિયામાં કોઈ યુવા ખેલાડીને તક મળશે. હવે સૌની નજરો ટીમ ઈન્‍ડિયાના નવા ટેસ્‍ટ કેપ્‍ટન પર છે. શું તે શુભમન ગિલ, બુમરાહ, શ્રેયસ અય્‍યર, ઋષભ પંત કે કોઈ બીજો વિકલ્‍પ હશે? જો કે, ભારતીય ટીમમાં વિરાટ કોહલી પણ છે, પરંતુ તેમણે ઘણા વર્ષો પહેલા કેપ્‍ટનશિપ છોડી દીધી હતી. વિરાટ ફરીથી કેપ્‍ટન બનવા માંગશે નહીં. જસપ્રિત બુમરાહે રોહિત શર્માની ગેરહાજરીમાં ટીમ ઈન્‍ડિયાની આગેવાની કરી છે. જોકે, ઈજાના કારણે તે અંદર-બહાર થતો રહે છે, તેથી તેમને પૂર્ણકાલિન કેપ્‍ટન બનાવી શકાય નહીં. ત્‍યાર બાદ, ટીમ ઈન્‍ડિયા પાસે શુભમન ગિલ અને ઋષભ પંત જ બાકી રહે છે.

(11:55 AM IST)