<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

ધર્મશાળાના સ્ટેડિયમમાં પંજાબ અને દિલ્હી વચ્ચે મેચમાં વરસાદનું વિઘ્ન નડ્યું : ટોસ ઉછાળવામાં વિલંબ

આઈપીએલ 2025માં અત્યાર સુધીમાં પંજાબ 11 મેચ રમ્યું છે. જેમાં 7 મેચમાં વિજય મેળવ્યો છે અને 3 મેચમાં પરાજય થયો છે. એક મેચ રદ થઇ છે

આઈપીએલ 2025ની 58મી મેચમાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ ધર્મશાળાના સ્ટેડિયમમાં રમાઇ રહી છે. વરસાદના કારણે ટોસમાં વિલંબ થયો છે. આઈપીએલ 2025માં અત્યાર સુધીમાં પંજાબ 11 મેચ રમ્યું છે. જેમાં 7 મેચમાં વિજય મેળવ્યો છે અને 3 મેચમાં પરાજય થયો છે. એક મેચ રદ થઇ છે. જ્યારે દિલ્હીનો 11 મેચમાંથી 6 મેચમાં વિજય થયો છે અને 4 મેચમાં પરાજય થયો છે. એક મેચ રદ થઇ છે.

આઈપીએલમાં બન્ને વચ્ચે અત્યાર સુધીની હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો પંજાબ કિંગ્સનું પલડું ભારે છે. આઈપીએલમાં પંજાબ અને દિલ્હી વચ્ચે અત્યાર સુધીમાં 33 મુકાબલા થયા છે. જેમાંથી 17 મેચમાં પંજાબનો વિજય થયો છે જ્યારે 16 મેચમાં દિલ્હીનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં પંજાબનો હાઈએસ્ટ સ્કોર 202 અને લોએસ્ટ સ્કોર 104 રન છે. જ્યારે દિલ્હીનો હાઇએસ્ટ સ્કોર 231 અને લોએસ્ટ સ્કોર 67 રન છે.

બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે

પંજાબ કિંગ્સ : પ્રિયાંશ આર્યા, પ્રભસિમરન સિંહ, શ્રેયસ ઐયર (કેપ્ટન), જોશ ઈંગ્લિશ, શશાંક સિંહ, નેહલ વાઢેરા, માર્કસ સ્ટોઈનિસ, અઝમતુલ્લા ઉમરઝાઈ, માર્કો જેન્સન, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ

દિલ્હી કેપિટલ્સ : ફાફ ડુ પ્લેસિસ, અભિષેક પોરેલ, કરુણ નાયર, કેએલ રાહુલ , ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), વિપ્રજ નિગમ, મિશેલ સ્ટાર્ક, દુશમંથા ચામીરા, કુલદીપ યાદવ, ટી નટરાજન.

પંજાબ  કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચમાં વરસાદના કારણે ટોસમાં વિલંબ થયો છે. આ મેચ હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં રમાઇ રહી છે.

આઈપીએલમાં બન્ને વચ્ચે અત્યાર સુધીની હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો પંજાબ કિંગ્સનું પલડું ભારે છે. આઈપીએલમાં પંજાબ અને દિલ્હી વચ્ચે અત્યાર સુધીમાં 33 મુકાબલા થયા છે. જેમાંથી 17 મેચમાં પંજાબનો વિજય થયો છે જ્યારે 16 મેચમાં દિલ્હીનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં પંજાબનો હાઈએસ્ટ સ્કોર 202 અને લોએસ્ટ સ્કોર 104 રન છે. જ્યારે દિલ્હીનો હાઇએસ્ટ સ્કોર 231 અને લોએસ્ટ સ્કોર 67 રન છે.

આઈપીએલ 2025ની 58મી મેચમાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ ધર્મશાળાના સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલ 2025માં અત્યાર સુધીમાં પંજાબ 11 મેચ રમ્યું છે. જેમાં 7 મેચમાં વિજય મેળવ્યો છે અને 3 મેચમાં પરાજય થયો છે. એક મેચ રદ થઇ છે. જ્યારે દિલ્હીનો 11 મેચમાંથી 6 મેચમાં વિજય થયો છે અને 4 મેચમાં પરાજય થયો છે. એક મેચ રદ થઇ છે

 

(7:41 PM IST)