<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

સ્‍ટાર બેટ્‍સમેન વિરાટ કોહલી ટેસ્‍ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે

રોહિત શર્માએ ટેસ્‍ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, હવે વિરાટ કોહલીએ ટેસ્‍ટ ક્રિકેટમાંથી નિવળત્તિ લેવાનો નિર્ણય લીધો BCCIને પણ આ અંગે જાણ કરી દીધી : ઇંગ્‍લેન્‍ડ પ્રવાસમાં ભાગ લેશે નહીં

નવી દિલ્‍હી, તા.૧૦: ભારતીય ક્રિકેટ ટીમના સ્‍ટાર બેટ્‍સમેન વિરાટ કોહલીએ ટેસ્‍ટ ક્રિકેટમાંથી નિવળત્તિ લેવાનો નિર્ણય લીધો છે અને તેણે આ અંગે બીસીસીઆઈને પણ જાણ કરી દીધી છે. આવી સ્‍થિતિમાં, ઇંગ્‍લેન્‍ડ પ્રવાસ પર ટીમનો ભાગ બનવાની તેની શકયતા ઘણી ઓછી છે.

જોકે, બોર્ડના એક ઉચ્‍ચ સ્‍તરીય અધિકારીએ કોહલીને આ નિર્ણય પર પુનર્વિચાર કરવાની અપીલ કરી છે. હવે જોવાનું એ રહે છે કે પસંદગી સમિતિ જ્‍યારે ઇંગ્‍લેન્‍ડ પ્રવાસ માટે ટીમની જાહેરાત કરશે ત્‍યારે કોહલીના ભવિષ્‍ય અંગે શું નિર્ણય લેવામાં આવશે.

વિરાટ પહેલા હિટમેન રોહિત શર્માએ બુધવારે (૭ મે) ટેસ્‍ટ ક્રિકેટમાંથી નિવળત્તિની જાહેરાત કરી હતી. ૭ મેના રોજ, તેણે ઇન્‍સ્‍ટાગ્રામ સ્‍ટોરી શેર કરી અને લાલ બોલ ક્રિકેટને અલવિદા કહ્યું.

જોકે, તે વન-ડે આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટમાં મેચ રમવાનું ચાલુ રાખશે, જે તેનો મજબૂત મુદ્દો રહ્યો છે. ૩૮ વર્ષીય રોહિત શર્માએ ગયા વર્ષે વેસ્‍ટ ઈન્‍ડિઝમાં ટી૨૦ વર્લ્‍ડ કપ જીત્‍યા બાદ ટી૨૦ ફોર્મેટમાંથી નિવળત્તિ લીધી હતી.

રોહિતની જેમ, કોહલીએ પણ ૨૦૨૪ માં વ્‍૨૦ વર્લ્‍ડ કપ જીત્‍યા પછી ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટને અલવિદા કહ્યું. આવી સ્‍થિતિમાં, ક્રિકેટ ચાહકો ROKO (રોહિત અને કોહલી) ની જોડીને ODI માં રમતા જોશે. તે બંને હાલમાં IPL ક્રિકેટમાં રમતા જોવા મળ્‍યા હતા. જે ભારત-પાકિસ્‍તાન તણાવને કારણે હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્‍યું હતું.

૩૬ વર્ષીય વિરાટ કોહલી ટેસ્‍ટ ક્રિકેટમાં ઓસ્‍ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન બોર્ડર-ગાવસ્‍કર ટ્રોફીમાં રમતા જોવા મળ્‍યો હતો. જ્‍યાં ભારતને ૫ મેચની શ્રેણીમાં ૧-૩ થી હારનો સામનો કરવો પડ્‍યો હતો. વિરાટ કોહલીએ શ્રેણીની પહેલી મેચ એટલે કે પર્થ ટેસ્‍ટમાં સદી ફટકારી હતી, પરંતુ તે પછી તે સંઘર્ષ કરતો જોવા મળ્‍યો.

કોહલીએ તે શ્રેણીની ૫ મેચની ૯ ઇનિંગ્‍સમાં ૨૩.૭૫ ની સરેરાશથી ફક્‍ત ૧૯૦ રન બનાવ્‍યા હતા. આમાં પર્થમાં ફટકારવામાં આવેલી ૧૦૦ રનની અણનમ સદીનો સમાવેશ થાય છે.

વિરાટ કોહલીએ જૂન ૨૦૧૧ માં કિંગ્‍સ્‍ટનમાં વેસ્‍ટ ઈન્‍ડિઝ સામે ટેસ્‍ટ ડેબ્‍યૂ કર્યું હતું. ત્‍યારબાદ કોહલીએ પહેલી ઇનિંગમાં ૪ રન અને બીજી ઇનિંગમાં ૧૫ રન બનાવ્‍યા. તેમની છેલ્લી ટેસ્‍ટ ઓસ્‍ટ્રેલિયા સામે સિડનીમાં હતી, જે જાન્‍યુઆરી ૨૦૨૫માં રમાઈ હતી. આ છેલ્લી ટેસ્‍ટમાં કોહલીએ પહેલી ઇનિંગમાં ૧૭ રન અને બીજી ઇનિંગમાં ૬ રન બનાવ્‍યા હતા.

વિરાટ કોહલીની ક્રિકેટ કારકિર્દી

૧૨૩ ટેસ્‍ટ, ૨૧૦ ઇનિંગ્‍સ, ૯૨૩૦ રન, ૪૬.૮૫ સરેરાશ, ૩૦ સદી, ૩૧ અડધી સદી.

૩૦૨ વનડે, ૨૯૦ ઇનિંગ્‍સ, ૧૪૧૮૧ રન, ૫૭.૮૮ સરેરાશ, ૫૧ સદી, ૭૪ અડધી સદી, ૫ વિકેટ.

૧૨૫ ટી-૨૦, ૧૧૭ ઇનિંગ્‍સ, ૪૧૮૮ રન, ૪૮.૬૯ સરેરાશ, ૧ સદી, ૩૮ અડધી સદી, ૪ વિકેટ.

IPL ૨૦૨૫ માં કોહલીનું પ્રદર્શન

કિંગ કોહલી હાલમાં IPLમાં વ્‍યસ્‍ત હતો, જ્‍યાં તેનું બેટ રનથી ભરેલું હતું. તેણે અત્‍યાર સુધીમાં ૧૧ મેચમાં ૫૦૫ રન બનાવ્‍યા છે. આ સમયગાળા દરમિયાન, કોહલીનો સરેરાશ ૬૩.૧૨ અને સ્‍ટ્રાઇક રેટ ૧૪૩.૪૬ હતો.

ભારતના પસંદગીકારો આગામી મહિને ઇંગ્‍લેન્‍ડમાં રમાનારી પાંચ ટેસ્‍ટ મેચની શ્રેણી માટે ટીમની પસંદગી કરવા માટે થોડા દિવસોમાં મળવાના છે. જાણવા મળ્‍યું છે કે કોહલી આ વર્ષની શરૂઆતમાં ઓસ્‍ટ્રેલિયામાં બોર્ડરપ્રગાવસ્‍કર ટ્રોફીથી પોતાના ટેસ્‍ટ ભવિષ્‍ય પર વિચાર કરી રહ્યો છે, જ્‍યારે તેણે ઓસ્‍ટ્રેલિયા સામેની પહેલી ટેસ્‍ટ શ્રેણીમાં ટેસ્‍ટ શ્રેણીમાંથી બહાર રહેવાનો નિર્ણય લીધો હતો.

(1:09 PM IST)