તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 11th May 2025
ક્યારેય પાકિસ્તાન નહિ જઉં: ગભરાયેલ ન્યુઝીલેન્ડના ક્રિકેટર સહીત દુબઈ પહોંચ્યા PSLના વિદેશી ખેલાડી
રિશાદ હુસૈને કહ્યું કે જે એરપોર્ટથી તેમનું ચાર્ટર્ડ પ્લેન ઉડાન ભરી રહ્યું હતું તેના 20 મિનિટ પછી જ મિસાઇલથી હુમલો કરાયો

પાકિસ્તાન સુપર લીગ (PSL) 2025 અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) બાકીની 8 મેચ દુબઈમાં યોજવા માંગતું હતું, પરંતુ અમીરાત ક્રિકેટ બોર્ડ (ECB) સુરક્ષાનો હવાલો આપીને યજમાની કરવાનો ઇનકાર કર્યો હતો. આ પછી PCB પાસે ટુર્નામેન્ટ સ્થગિત કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. આ દરમિયાન PSL ના લાહોર કલંદર્સ ટીમનો ભાગ રહેલા રિશાદ હુસૈનનું નિવેદન સામે આવ્યું છે.
પાકિસ્તાન સુપર લીગ ટુર્નામેન્ટ સ્થગિત થતા ભાગ લેનારા વિદેશી ખેલાડીઓને પહેલા સંયુક્ત આરબ અમીરાત (UAE) લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી તેઓ કનેક્ટિંગ ફ્લાઇટ્સ દ્વારા પોતપોતાના દેશોમાં ગયા હતા. દુબઈ પહોંચ્યા પછી લાહોર કલંદર્સ ટીમનો ભાગ રહેલા બાંગ્લાદેશી ક્રિકેટર રિશાદ હુસૈને કહ્યું કે જે એરપોર્ટથી તેમનું ચાર્ટર્ડ પ્લેન ઉડાન ભરી રહ્યું હતું તેના 20 મિનિટ પછી જ મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો.
રિશાદ હુસૈને ક્રિકબઝને જણાવ્યું કે દુબઈ પહોંચ્યા પછી અમને રાહત થઈ રહી છે. મારા પરિવારે ઘણી રાતો ઊંઘ્યા વિના વિતાવી. જ્યારે પણ હું રમવા જાઉં છું, ત્યારે મારા પરિવારને મારી ચિંતા હોય છે, પરિસ્થિતિ સારી હોય કે ન હોય. જ્યારે તેમણે પાકિસ્તાન વિશે સમાચાર સાંભળ્યા કે બધે બોમ્બ વિસ્ફોટ અને મિસાઇલ હુમલા થઈ રહ્યા છે, ત્યારે તેઓ સ્વાભાવિક રીતે જ ચિંતામાં આવી ગયા.
રિશાદ હુસૈને કહ્યું કે સેમ બિલિંગ્સ, ડેરિલ મિશેલ, કુસલ પરેરા, ડેવિડ વીસે, ટોમ કુરન… બધા ખૂબ ડરી ગયા હતા. દુબઈ પહોંચતાની સાથે જ ન્યુઝીલેન્ડના ક્રિકેટ ડેરિલ મિશેલે મને કહ્યું કે તે ફરી ક્યારેય પાકિસ્તાન નહીં જાય, ખાસ કરીને આવી સ્થિતિમાં. ભારતે પાકિસ્તાન સામે બદલો લેતા રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ પર ડ્રોન હુમલો પણ કર્યો હતો. આ સ્ટેડિયમમાં (8 મે) ના રોજ મેચ યોજાવાની હતી.
(10:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
