<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th May 2025

IPL મેચ સ્થગિત થયા બાદ ધોનીની પ્લેનમાં મુસાફરી વાઈરલ: ટી-શર્ટ પર મળ્યો ખાસ સંદેશ : જુઓ વિડિઓ

ધોની ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલ છે. આ એક માનદ પદ છે

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે 9 મેથી IPL એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી હતી. આઈપીએલ સ્થગિત થયા પછી ખેલાડીઓ પોતપોતાના ઘરે જવા રવાના થયા છે. આ દરમિયાન એમએસ ધોનીનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ એક પ્લેનમાં જોવા મળ્યા હતા. વીડિયોમાં ધોનીએ ખાસ સંદેશ લખેલી ટી-શર્ટ પહેરી હતી.

ઇન્સ્ટાગ્રામ પર ધોનીના એક ચાહકે ધોનીનો પ્લેનની અંદરનો એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં CSK કેપ્ટન એમએસ ધોની જોવા મળી રહ્યો છે. વીડિયોમાં લખ્યું છે કે થાલા રાંચીમાં તેના ઘરે જઈ રહ્યો છે. તે જ સમયે વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ધોનીએ બ્લેક ટી-શર્ટ પહેરી છે.

આ ટી-શર્ટ પર સફેદ રંગમાં 'ડ્યુટી, ઑનર અને કંન્ટ્રી' લખેલું છે . તમને જણાવી દઈએ કે ધોની ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલ છે. આ એક માનદ પદ છે. જોકે, ધોનીએ લશ્કરી તાલીમ લીધી છે. ધોનીએ ટી-શર્ટ દ્વારા દેશની સેવા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

(11:03 PM IST)