News of Monday, 12th May 2025
વિદેશી ખેલાડીઓને કઈ રીતે પરત લાવવા આઈપીએલના ફ્રેન્ચાઈઝીઓની મુશ્કેલી વધી
લીગ સ્ટેજના ૧૩ અને પ્લેઓફના મેચો પણ બાકી

નવી દિલ્હીઃ આઈપીએલ સસ્પેન્શન પછી ઘણા વિદેશી ખેલાડીઓ ભારત છોડી ગયા છે. આવી સ્થિતિમાં બીસીસીઆઈ માટે સૌથી મોટો પડકાર એ હશે કે તેમને કેવી રીતે પાછા લાવવા. જોશ હેઝલવુડ પાછા ફરશે કે નહીં તે અંગે પણ સસ્પેન્સ છે. ખભાની ઈજાને કારણે તે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં રમ્યો ન હતો.
બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે બીસીસીઆઈ તમામ હિસ્સેદારો સાથે સલાહ લેશે. સમયના મહત્વને ધ્યાનમાં રાખીને, ભારત સરકારની મંજૂરી લેવી પણ જરૂરી રહેશે. આ પછી આઈપીએલ ફરી શરૂ કરવા માટેનું નવું શેડ્યૂલ બહાર પાડવામાં આવશે. પ્લેઓફ મેચો ઉપરાંત આઈપીએલમાં લીગ સ્ટેજમાં કુલ ૧૩ મેચો બાકી છે, જેમાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ત્યજી દેવાયેલી મેચનો પણ સમાવેશ થાય છે.(૪૦.૧૫)
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
