<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

શનિવારથી ફરી IPLની ધમાલઃ ૩ જૂને ફાઇનલ

છ સ્‍થળોએ ફાઇનલ સહિત કુલ ૧૭ મેચો રમાશેઃ ૧૭મીએ બેંગ્‍લુરૂ વિ.કોલકતા વચ્‍ચે જંગ

નવી દિલ્‍હીઃ ટાટા આઈપીએલ  ફરીથી શરુ થવાની જાહેરાત થઈ ગઈ છે. ૧૭ મેથી શરુ થઈને ૩ જૂન ના રોજ ફાઈનલ ૬ જગ્‍યા પર કૂલ ૧૭ મેચો રમાશે. સંશોધિત કાર્યક્રમમં બે ડબલ હેડર સામેલ છે. જે બે રવિવારે રમાશે. સરકાર અને સુરક્ષા એજન્‍સીઓ અને તમામ પ્રમુખ હિતધારકો સાથે વ્‍યાપક વિચાર વિર્મશ કર્યા બાદ બોર્ડે બાકીના સત્રને આગળ વધારવાનો નિર્ણય કર્યો છે. ૧૭મેથી શરુ થઈને ૩ જૂનના રોજ ફાઈનલ સાથે ૬ જગ્‍યા પર કૂલ ૧૭ મેચો રમાશે.

નવો શેડયુલ આ મુજબ છે. (૧) તા.૧૭ સાંજે ૭:૩૦ બેંગ્‍લુરૂ વિ.કોલકતા સ્‍થળઃ બેંગ્‍લૂરૂ (૨) તા.૧૮ બપોરે ૩:૩૦ રાજસ્‍થાન વિ. પંજાબ સ્‍થળઃ જયપૂર (૩) તા.૧૮ સાંજે ૭:૩૦ દિલ્‍હી વિ. ગુજરાત સ્‍થળઃ દિલ્‍હી (૪) તા.૧૯ સાંજે ૭:૩૦ લખનઉ વિ હૈદરાબાદ સ્‍થળઃ લખનઉ (૫) તા.૨૦ સાંજે ૭:૩૦ ચેન્‍નાઇ વિ. રાજસ્‍થાન સ્‍થળઃ દિલ્‍હી (૬) તા.૨૧ સાંજે ૭:૩૦ મુંબઇ વિ. દિલ્‍હી સ્‍થળઃ મુંબઇ (૭) તા.૨૨ સાંજે ૭:૩૦ ગુજરાત વિ. લખનઉ સ્‍થળઃ અમદાવાદ (૮) તા.૨૩ સાંજે ૭:૩૦ બેંગ્‍લુરૂ વિ.હૈદરાબાદ સ્‍થળઃ બેંગ્‍લુરૂ (૯) તા.૨૪ સાંજે ૭:૩૦ પંજાબ વિ. દિલ્‍હી સ્‍થળઃ જયપૂર (૧૦) તા.૨૫ બપોરે ૩:૩૦ ગુજરાત વિ.ચેન્‍નાઇ સ્‍થળઃ અમદાવાદ (૧૧) તા.૨૫ સાંજે ૭:૩૦ હૈદરાબાદ વિ. કોલકતા સ્‍થળઃ દિલ્‍હી (૧૨) તા.૨૬ સાંજે ૭:૩૦ પંજાબ વિ. મુંબઇ સ્‍થળઃ જયપૂર (૧૩) તા.૨૭ સાંજે ૭:૩૦ લખનઉ વિ. બેગ્‍લુરૂ સ્‍થળઃ લખનઉ (૧૪) તા.૨૯ સાંજે ૭:૩૦ કવાલીફાયર-૧ (૧૫) તા.૩૦ સાંજે ૭:૩૦ એલીમીનેટર (૧૬) તા.૧ જૂન સાંજે ૭:૩૦ કવાલીફાયર-૨ (૧૬) તા.૩ જૂન સાંજે ૭:૩૦ ફાઇનલ.

(11:55 AM IST)