News of Tuesday, 13th May 2025
ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં ૪-૫ સદી ફટકારવા માંગતો હતો
દિલ્હી રણજી ટીમના કોચે વિરાટ વિશે કહ્યું

નવી દિલ્હીઃ દિલ્હીની ડોમેસ્ટિક ટીમના હેડ કોચ સરનદીપ સિંહે વિરાટ કોહલીની વહેલી ટેસ્ટ-નિવળત્તિ વિશે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ‘મેં તેને પૂછયું હતું કે શું તે ઇંગ્લેન્ડ ટેસ્ટ-સિરીઝની તૈયારી માટે કાઉન્ટી ક્રિકેટ રમશે. તો તેણે ઇંગ્લેન્ડમાં ઇન્ડિયા-એ ટીમ માટે બે મેચ રમવાની સાથે ૨૦૧૮ની જેમ ઇંગ્લેન્ડ-ટૂર પર ચાર-પાંચ સેન્ચુરી ફટકારવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.'
એક અન્ય ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે ‘કોહલીની અચાનક નિવળત્તિએ હાલમાં બધાને ચોંકાવી દીધા છે. અમે વિચાર્યું પણ નહોતું કે તે ટેસ્ટ-ક્રિકેટમાંથી નિવળત્તિ લેવા જઈ રહ્યો છે. આપણે વિચારવું પડશે કે એવું શું થયું કે તેણે આટલી વહેલી નિવળત્તિ લીધી. પહેલાં આવું કંઈ થવાના કોઈ સંકેત નહોતા. વિરાટ કોહલી ખૂબ જ મોટો (પ્લેયર) છે અને તેને સારી વિદાય મળી નથી. તેના નિવળત્તિના કોઈ સંકેતો નહોતા. તે મને મળ્યો એ સમયે પણ તે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ-મેચો વિશે વાત કરી રહ્યો હતો. તેણે કહ્યું હતું કે આ વખતે તે સંપૂર્ણપણે તૈયાર રહેશે.'
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
