News of Tuesday, 13th May 2025
બસ હું એટલું જ કહેવા માંગુ છું કે, મારા પ્રેમ, તમે આ વિદાયનો દરેક ભાગ કમાયો છે
અનુષ્કાએ કરી ઈમોશનલ પોસ્ટ

મુંબઈઃ વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટની જાહેરાત કર્યા બાદ તેની પત્ની એક્ટ્રેસ અનુષ્કા શર્માએ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી છે. વિરાટ, અનુષ્કાને પોતાની સૌથી મોટી સપોર્ટર માને છે. અનુષ્કાએ ક્રિકેટના મેદાનમાં બંનેની એક સાથેવાળી તસવીર શેર કરતા લખ્યું છે કે, લોકો રેકોર્ડ્સ અને માઈલસ્ટોન્સની વાત કરશે, પણ હું એ આંસુઓને યાદ કરીશ, જે તમે કયારેય નથી દેખાડ્યા. એ લડાઈઓને પણ જે કોઈએ નથી જોઈ, અને આ ખેલ પ્રત્યે તમારો અતૂટ પ્રેમ.
અનુષ્કા શર્માએ આગળ લખ્યું કે, મને ખબર છે કે, આ બધું તમારી પાસેથી કેટલું બધું લઈ ગયું. દરેક ટેસ્ટ સિરીઝ બાદ તમે વધારે સમજદાર, થોડા વધારે વિનમ્ર થઈને પરત ફર્યા, તમને આ સફરમાં ડેવલપ થતાં જોઈ મારા માટે સૌભાગ્યની વાત રહી. મેં હંમેશા વિચાર્યું હતું કે તમે સફેદ કપડાંમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી રિટાયર થશો, પણ તમે હંમેશા તમારા દિલની વાત સાંભળી અને એટલા માટે હું બસ એટલું જ કહેવા માગું છું કે, ‘મારા પ્રેમ, તમે આ વિદાયનો દરેક ભાગ કમાયો છે.'
અનુષ્કાએ આ પોસ્ટ માટે એક શાનદાર ફોટો પસંદ કર્યો. આ ફોટોમાં બંને હસતા દેખાઈ રહ્યા છે. વિરાટ ટેસ્ટ મેચ દરમ્યાન ભારતીય યૂનિફોર્મ પહેરેલો જોવા મળ્યો. આ એ મેચની તસવીર છે, જેને ભારતે ૨-૧થી જીતી હતી. તસવીરના બેકગ્રાઉન્ડમાં લાગેલા બોર્ડથી તેની ખબર પડે છે
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
