<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

તો તમે તમારો સમય બગાડો છો, મારો બચાવ કરવાનું મારૂ કામ નથીઃ રોહિત શર્મા

મારા વિશે ઘણું કહેવામાં આવ્‍યું છે, પરંતુ જો તમે દરેક ટિપ્‍પણીનો બચાવ કરો છો

નવી દિલ્‍હીઃ ભારતીય ટીમના દિગ્‍ગજ બેટ્‍સમેન અને કેપ્‍ટન રોહિત શર્મા જે કંઈ પણ કહે છે, તે ખૂબ જ મજબૂતાઈથી કહે છે. પછી ભલે તે મેદાનની અંદર હોય કે મેદાનની બહાર. હિટમેને તાજેતરના એક ઇન્‍ટરવ્‍યૂમાં જણાવ્‍યું છે કે તે ટીકાકારો સાથે કેવી રીતે વ્‍યવહાર કરે છે?

રોહિત શર્માએ તેમની યુટયુબ ચેનલ પર વરિષ્ઠ સ્‍પોર્ટ્‍સ પત્રકાર વિમલ કુમાર સાથે લાંબી વાતચીતમાં ખુલીને જણાવ્‍યું કે મેં ધણી ટીકાઓનો સામનો કર્યો છે, બિનજરૂરી ટીકાનો પણ. હું એમ ન કહી શકું કે ટીકાનો કોઈ પર કોઈ પ્રભાવ પડતો નથી.

ભારતીય કેપ્‍ટને ડાબા હાથના ઝડપી બોલર સામે પોતાની નબળાઈ અંગે લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચા પર  કહ્યું, મારા વિશે ઘણું કહેવામાં આવ્‍યું છે કે હું ડાબા હાથના ઝડપી બોલર સામે આઉટ થઈ જાઉં છું. સારું, એવું થાય છે. તે રમતનો એક ભાગ છે, પરંતુ જો તમે દરેક ટિપ્‍પણીનો બચાવ કરો છો, તો તમે તમારો સમય બગાડો છો. મારો બચાવ કરવાનું મારું કામ નથી.

(4:38 PM IST)