News of Tuesday, 13th May 2025
ધર્મશાળામાં અધવચ્ચે રોકવામાં આવેલી મેચ ફરીથી રમાશે કે રદ્દ માનવામાં આવશે: BCCIએ કરી સ્પષ્ટતા
8 મેએ પંજાબ કિંગ્સ (PBKS) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે ધર્મશાળામાં રમાયેલી મેચ જે અધવચ્ચે રોકવામાં આવી હતી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પુષ્ટિ કરી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવના કારણે અસ્થાયી રૂપે પોસ્ટપોન્ડ થયેલી આઇપીએલ 2025 ની ફરીથી શરૂઆત 17 મેથી થશે. આ દરમિયાન સૌથી મોટો સવાલ એ હતો કે 8 મેએ પંજાબ કિંગ્સ (PBKS) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે ધર્મશાળામાં રમાયેલી મેચ, જે અધવચ્ચે રોકવામાં આવી હતી, તેને ફરીથી રમવામાં આવશે કે રદ્દ માનવામાં આવશે. BCCI એ સ્પષ્ટ કરી દીધું છે કે આ મુકાબલો સંપૂર્ણપણે ફરીથી રમાશે
8 મેએ ધર્મશાળામાં રમાયેલ આ મેચમાં પંજાબની ટીમે 10.1 ઓવરમાં 122/1 નો સ્કોર બનાવી લીધો હતો. ત્યારે અચાનક બ્લેકઆઉટ થઈ ગયું અને સુરક્ષાના કારણોથી મેચ રોકવામાં આવી. આસપાસના વિસ્તારોમાં એર રેડ એલર્ટના કારણે ખેલાડીઓ અને દર્શકોને તાત્કાલિક સ્ટેડિયમની બહાર કાઢવામાં આવ્યા હતા, જેના કારણે મેચને અધૂરી છોડવી પડી.
આ ઘટના બાદ, BCCI એ સુરક્ષા કારણો IPL ને એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કરી દીધી હતી. હવે બંને દેશો વચ્ચે સીઝફાયર કરાર બાદ BCCIએ IPL 2025 ને 17 મેથી ફરીથી શરૂ કરવામાં આવશે. લીગ હવે બેંગલુરુ, દિલ્હી, લખનઉ, જયપુર, મુંબઈ અને અમદાવાદ જેવા છ શહેરોમાં રમાશે અને ફાઇનલ 3 જૂને રમાશે. ટુર્નામેન્ટની ફરી શરૂઆતની પહેલી મેચ RCB અને KKR વચ્ચે બેંગલુરુમાં રમાશે.
PBKS અને DC વચ્ચે રદ્દ થયેલા મુકાબલાને હવે 24 મેએ જયપુરમાં ફરીથી રમાશે. આ મેચ સંપૂર્ણપણે ફરીથી શરૂ થશે. અહીં રસપ્રદ વાત એ છે કે, મેચ રદ થયા પછી પણ, બંને ટીમોને કોઈ પોઈન્ટ આપવામાં આવ્યા ન હતા, જ્યારે સામાન્ય રીતે 'નો રિઝલ્ટ' આવે તો, બંને ટીમોને એક-એક પોઈન્ટ મળે છે. પરંતુ આ મેચ હવે ફરીથી રમાશે, તેથી પોઈન્ટ ટેબલમાં કોઈ ફેરફાર થયો નથી.
તમને જણાવી દઈએ કે ટાટા આઈપીએલ 2025 ફરીથી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. 17 મે, 2025 થી 3 જૂન, 2025 ના રોજ ફાઇનલ સુધી, કુલ 17 મેચ 6 સ્થળોએ રમાશે. સુધારેલા સમયપત્રકમાં બે ડબલ-હેડરનો સમાવેશ થાય છે, જે બે રવિવારે રમાશે. તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને કારણે IPL સ્થગિત કરવામાં આવ્યું હતું.
(7:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
